Health Tips: કડવા કારેલા સ્વાસ્થ્યવર્ધી ગુણોનો છે ભંડાર, ખાવાથી શરીરને થાય છે આ ગજબ ફાયદા
કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારેલા હૃદય સંબંધિત સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઈલાજ છે. તે હૃદયની ધમનીઓમાં હાનિકારક ચરબીને જમા થવા દેતું નથી, જેના કારણે રક્ત સંચાર વ્યવસ્થિત થાય છે.
કારેલાના રસનું સેવન કેન્સર સામે લડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કારેલાના રસનું સેવન કરવાથી પેટમાં ગેસ અને અપચો થવામાં ફાયદો થાય છે, કારેલાના સેવનથી હંમેશા માટે આ સમસ્યાથી મુક્તિ મળે છે.
કારેલાનો રસ પીવાથી લીવર મજબુત બને છે અને લીવરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ તેનું સેવન કરવાથી એક અઠવાડિયામાં જ પરિણામ મળવા લાગે છે. કમળામાં પણ ફાયદો થાય છે.
કારેલા લકવા માટે પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. કાચા કારેલા ખાવાથી દર્દીને ફાયદો થાય છે.
અસ્થમાની ફરિયાદ હોય ત્યારે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમામાં કારેલાનું શાક મસાલા વગર ખાવાથી ફાયદો થાય છે.