ઉનાળો આવતા જ ડરાવવા લાગે છે બીમારીનો ડર તો જરૂર પીઓ ટેટીનો જ્યૂસ, મળશે અદભૂત ફાયદા
ટેટીનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે. આને પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખાવાથી બચી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેટીના રસમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે ઉનાળામાં થતા ચેપથી બચી શકો છો.
આ ફળમાં વિટામીન A અને બીટા કેરોટીન વધુ માત્રામાં હોય છે. આ ફળ તમારી દૃષ્ટિ સુધારવામાં અને મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ટેટીના રસનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
હાઈ બીપીની સમસ્યામાં ટેટીના રસનું સેવન ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું એડિનોસિન લોહીને પાતળું કરવા માટે ફાયદાકારક છે.
ટેટીનો રસ પીવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. જે તમને આરામ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ટેન્શન ઓછું થાય છે.