Hairfallથી માંડીને વજનને પણ ઓછું કરે છે અશ્વગંધા, જાણો મહિલાઓ માટે કેટલું છે ફાયદાકારક
અશ્વગંધાનો દૈનિક ઉપયોગથી માનસિકથી લઈને શારીરિક સુધી અનેક સમસ્યામાં ફાયદાકારક છે. અશ્વગંધાના શાબ્દિક અર્થ વિશે વાત કરીએ તો, તેનો અર્થ ઘોડાની જેવી મહેક થાય છે . કદાચ તે છોડની સમાન ગંધને કારણે તેનું નામ આપવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કે તે મહિલાઓ માટે કેવી રીતે ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ત્રીઓમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે અને તેનું એક મહત્ત્વનું કારણ તણાવ છે. જો તમે દરરોજ અશ્વગંધાનું સેવન કરો છો તો તમને તણાવ નહી આવે અને આ જ કારણ છે કે તમારા વાળ ખરતા ઓછા થશે. અશ્વગંધા મેલાનિનના નુકશાનને અટકાવે છે, જેના કારણે વાળ સમય પહેલા સફેદ પણ નથી થતાં.
જો આપનું સ્ટ્રેસના કારણે વજન વધે છે તો અશ્વગંધા બેસ્ટ છે.રિપોર્ટ મુજબ સ્ટ્રેસના કારણે બનતા કેમિકલ કોર્ટિસોલને રેગ્યુલેટ કરે છે. તેનાથી ક્રેવિંગથી પણ બચી શકાય છે.
અશ્વગંધા આપની મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. તે તણાવને ઓછો કરે છે આપનો મૂડ પણ સારો રહે છે.અશ્વગંધાને એફ્રોડેસિએક એટલે સેક્યુઅલ ડિઝાયર વધારનાર પણ મનાય છે.
અશ્વગંધામાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે. તેથી તેના સેવનથી આપ જલ્દી બીમાર નથી થતાં. સાથે તે મહિલાઓને યીસ્ટ ઇન્ફેકશનથી બચાવે છે.