Summer baby care tips:ગરમીની સિઝનમાં બેબીની લો વિશેષ સારસંભાળ, ફોલો કરો આ સરળ ટિપ્સ
ગરમીની સિઝન શરૂ થઇ ચૂકી છે. દેશના મોટાભાગમાં વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર ગયો છે. આ સ્થિતિમાં જેબાળકોનો પહેલો ઉનાળો છે તેની વિશેષ સારસંભાળ રાખવી જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાળકોનો પહેલો ઉનાળો છે તેના માટે આ સમય મુશ્કેલ હોય છે. ગરમી અને પરસેવાના કારણે બાળકને રેસિઝ પડી જાય છે. જેના કારણે સ્કિન ઇન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે.
બેબીની સ્કિનને તરોતાજા રાખવા માટે બાળકને નિયમિત નવડાવો. બાદ બાળકને બેથી ત્રણ વખત ભીના નેપકિનથી લૂછો તેનાથી ગરમીથી રાહત મળશે. જેથી સ્કિન ઇન્ફેકશનું જોખમ નહી રહે.
બાળકને ટાઇટ કપડા ન પહેરાવો, ગરમીમાં બાળકને કોટનના હળવા અને સોફ્ટ ફેબ્રિકના કપડા જ પહેરાવો. બહાર જાવ તો હેટ પહેરાવાનું ન ભૂલો.મચ્છરથી બચાવવ માટે મચ્છરદાની અવશ્ય બાંધો.
બાળકના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો. જો બાળક 6 મહિનાથી નાનું હોય તો બાળકને પાણી ન આપો પરંતુ થોડું –થોડું દૂધ થોડા-થોડા સમયના અંતરે આપો.
બાળકોના રૂમને વેન્ટિલેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. આ રૂમમાં હવાની અવરજવર માટે સંપૂર્ણ સુવિધા હોવી જોઈએ. દિવસ દરમિયાન રૂમનો દરવાજો બંધ રાખો. આ કારણે બાળકને ગરમ હવા નહીં મળે. પરંતુ, સાંજે અને સવારે બાળકને તાજી હવામાં રાખો.