Banana Health: કેળા ખાવાથી વજન વધે છે, આ માન્યતા કેટલી સાચી, જાણો શું કહે છે એક્સ્પર્ટ
સ્વસ્થ અને ફિટ રહેવા માટે ડોકટરો હંમેશા ફળો ખાવાની સલાહ આપે છે. કેટલાક ફળો સ્વાસ્થ્યને અપાર લાભ આપે છે. જ્યારે કેટલાક ફળોના લાભ સાથે નુકસાન પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, કેળા ખાવાથી વજન કે મેદસ્વીતા વધે છે. ઘણા લોકો એવા છે કે, જેઓ કેળાને એક એવું ફળ કહે છે જે વજન વધારે છે. હવે સવાલ એ થાય છે કે કેળા ખાવાથી ખરેખર વજન વધે છે કે પછી આ માત્ર ખોટી માન્યતા છે? જાણીએ.
મોટાભાગના લોકોનું માનવું છે કે, કેળામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે, તેથી તેને ખાવાથી વજન વધી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે કેળા વિશે આજ સુધી કોઈ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો નથી કે કેળા ખાવાથી વજન કે સ્થૂળતા વધે છે.
નિષ્ણાતોના મતે કેળામાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને કેલરીની માત્રા ઓછી હોય છે. આ જ કારણ છે કે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેનું સેવન કરી શકે છે. ફાઈબરની હાજરીને કારણે કેળા તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખી શકે છે. આને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
પોષણની દૃષ્ટિએ આ ફળનું સેવન કંઈપણ વિચાર્યા વિના કરી શકાય છે. કેળામાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે. તેમાં ઘણા બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જેમ કે કેરોટીનોઈડ્સ, ફિનોલિક્સ, ફાયટોસ્ટેરોલ્સ અને બાયોજેનિક એમાઈન્સ.
પોટેશિયમની સાથે સાથે કેળામાં વિટામિન A, B6 અને C પણ સારી માત્રામાં જોવા મળે છે. ઝાડા અને મરડોથી પીડિત લોકો માટે પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે.
કેળા તેની એન્ટાસિડ અસરો માટે પણ જાણીતા છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને પણ ઘણા ફાયદા થાય છે.