Health : જુવારની રોટલી ખાવાના છે જબરદસ્ત ફાયદા, વેઇટ લોસની સાથે ડાયાબિટિસમાં પણ ફાયદાકારક
ફાઇબરથી ભરપૂર જુવારની રોટલી ખાવાના અદભૂત ફાયદા છે. આપ તેના ગુણો જાણીને આજથી તેને ડાયટમાં સામેલ કરી દેશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુવારના ફાયદા ખાસ કરીને પાચન શક્તિને સ્વસ્થ રાખવા માટે જાણીતા છે. જુવારનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી પાચન શક્તિ સ્વસ્થ રીતે કામ કરે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે અને સ્વસ્થ પાચન શક્તિ માટે ફાઈબરનું સેવન કરવું જરૂરી છે.
જુવાર પોષ્ટિક તત્વોથી ભરપૂર હોવાની સાથે ગ્લૂટેન નથી. જેથી આપ ગ્લૂટેન ફ્રી ફૂડ ઇચ્છતા હો તો પણ આ બેસ્ટ ઓપ્શન છે.
જુવાર ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જેથી હેલ્ધી ફૂડ માટે જુવારની રોટલીને ડાયટમાં ચોક્કસ સામેલ કરવી જોઇએ.
જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો પણ જુવારની રોટલી આપના માટે ઉત્તમ છે કારણ કે તે ફાઈબરથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવાના આહારમાં ઉચ્ચ ફાઈબરનું સેવન કરવું જોઈએ જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને વારંવાર ખોરાક ન ખાવો. ફાઈબરને પચવામાં વધુ સમય અને મહેનત લાગે છે, જે મેટાબોલિઝમનો રેટ પણ વધારે છે. અને મેટાબોલિઝમ બૂસ્ટ થતાં આપોઆપ વજન ઉતરે છે.
જુવારનો લોટ બ્લડ શુગર લેવલને વધવા દેતું નથી, તેથી ડાયાબિટીસમાં ડોક્ટરની સલાહ લીધા બાદ તેનું સેવન કરી શકાય છે.
જો આપને જુવારની રોટલી બનાવવી કઠિન લાગતી હોય તો આ ટિપ્સ સમજી લો તેનાથી આસાનીથી જુવારની ગોળ ફુલકા રોટી બનશે.
એક બાઉલમાં જુવારનો લોટ અને મીઠું નાખો અને તેમાં ગરમ પાણી ઉમેરો. લોટને મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરો. લોટને ત્યાં સુધી ગૂથો કે તેની ચિકાશ ઓછી થઇ જાય અને તે હાથમાં ચોંટે નહિ બાદ 15 મિનિટ માટે તેને ઢાંકીને રાખી દો. બાદ રોટી માટેના બોલ્સ બનાવો અને તેના પર થોડો કોરો લોટ લગાવો. આ રીતે રોટી તૈયાર કરીને તવા પર શેકી લો,