Bay leaf Benefits : તમાલપત્ર સ્વાસ્થ્યલક્ષી ગુણોનો ભંડાર, આ રોગમાં તેનું સેવન છે રામબાણ ઇલાજ
તમાલપત્ર ગુણોનો ભંડાર છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક, આયર્ન મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે અને તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ તમાલપત્રના ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમાલપત્રના સેવનથી ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્રનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે સુગરના સ્તરને ઘટાડી શકે છે. ટાઇપ ટૂ ડાયાબિટીસ સાથે વ્યવહાર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
તમાલપત્ર શરીરના ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. તે કિડનીના સ્વાસ્થ્યને દુરસ્ત રાખે છે. પાચન તંત્રના સ્વાસ્થ્યને સુધારે છે.
પાનમાં એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. તેમાં હાજર વિટામિન-સી કોઈપણ પ્રકારના ચેપ અને સોજા સામે રક્ષણ આપે છે.
તમાલપત્ર વાળ ખરવાની સમસ્યાથી રાહત આપે છે. ડેન્ડ્રફથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે તમાલપત્રને પાણીમાં બોળીને થોડીવાર રાખો. આ પાણીથી હેર વોશ કરો, સારો ફાયદો થશે.
તેમાં મોજૂદ રુટિન અને કેફીક એસિડ હૃદય માટે ફાયદાકારક છે. આ બંને ગુણો પાનમાં જોવા મળે છે. જે શરીમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. જેના દ્વારા તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.
લિનલૂલ નામનું તત્વ પાનમાં જોવા મળે છે. તે તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ તેમાં જોવા મળતા અન્ય ગુણો પણ ડિપ્રેશનની શક્યતાને ઘટાડી શકે છે.