Be Aware : શરીરમાં અનુભવાય આ 5 લક્ષણો તો થઇ જાવ સતર્ક, હોઇ શકે છે આ ગંભીર બીમારીના લક્ષણો
હૃદય શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. આ સ્થિતિમાં હૃદય સંબંધિત કોઇપણ સમસ્યા મહામુશ્કેલી નોતરી શકે છે.હૃદય સંબંધિત કોઇ સમસ્યા કે હાર્ટ બ્લોકેઝમાં આપ હવે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછાતીમાં દુખાવો-છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકની નસ બ્લોકનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય છે, ત્યારે તેને સૌથી પહેલા છાતીમાં દુખાવો થાય છે, તેથી છાતીના દુખાવાની અવગણના ન કરવી જોઈએ
ચક્કર આવવા- જો તમને વારંવાર ચક્કર આવતા રહે છે, તો આ સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ચક્કર આવવાનું કારણ હૃદયની સમસ્યાઓ સાથે સંકળાયેલું હોઈ શકે છે. જો તમને ચક્કર આવ્યા પછી બેહોશ થઈ જાય તો સમજવું કે હૃદયની નસ બંધ થઈ ગઈ છે.
કામ કર્યા વિના થાક- જો તમે ખૂબ જ ઓછું કામ કરવા છતાં પણ થાક લાગે છે. તો તે હૃદયની નસ બ્લોક થવાનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે જ્યારે હાર્ટ બ્લોકેજ થાય છે ત્યારે તમારે સખત થાકમાંથી પસાર થવું પડે છે. આરામ કર્યા પછી પણ તમને થાક લાગે છે.
ઉબકા-ઉલ્ટી- ઉબકા-ઉલ્ટી પણ હાર્ટ બ્લોકનું લક્ષણ હોઈ શકે છે. ઘણા લોકો ઉબકા આવવાની સમસ્યાને સામાન્ય માને છે અને તેની અવગણના કરે છે.
શ્વાસ લેવામાં તકલીફ- હૃદયની નસ બ્લોક થઈ જાય ત્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો સામનો કરવો પડી શકે છે. જો હ્રદયમાં સહેજ પણ ગરબડ હોય તો તમારે આવા લક્ષણોનો અનુભવ કરવો પડી શકે છે.
અનિયમિત ધબકારા - અનિયમિત ધબકારા, ધબકારા વધી જવા એ હાર્ટ બ્લોકેજની નિશાની છે. હાર્ટ બ્લોકેજને કારણે તમે અનિયમિત ધબકારા જેવા લક્ષણોનો અનુભવ કરી શકો છો, પરંતુ આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે બ્લોકેજ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.