મોનસૂનમાં આવતાં રસદાર આ કાળા જાંબુના સેવનના છે અદભૂત ફાયદા, જાણો તેના અણમોલ ગુણો
મોનસૂનની સિઝનનું આ ફળ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. ખાટાં મીઠા જાંબુના સેવનનથી શું ફાયદો થાય છે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોજ જાંબુના સેવનથી સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ ફળમાં અનેક ગુણો હોવાથી તેને અમૃત સમાન માનવામાં આવે છે.
જાંબુનું સેવન રક્તની શુદ્ધિ કરે છે. ત્વચાનો રંગ બનાવતા મેલાનિન કોશિકાને સક્રિય કરે છે. આ રક્તહિનતા અને લ્યુકોડર્માની પણ ઉત્તમ ઓષધિ છે.
જો કોઇ ઝેરી જંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પિવડાવવાથી ઝેરની અસર ઓછી થઇ જાય છે.
જાંબુના પાનમાં પણ એટલી શક્તિ છે કે ઘાવ પર તેના પાન પીસીને લગાવવાથી જખમમાં જલ્દી રૂઝ આવે છે.
જાંબુ શારિરીક દુર્બળતાને દૂર કરે છે. યકૃતને શક્તિ પ્રદાન કરે છે. કિડની સ્ટોનમાં પણ જાંબુનું સેવન ઔષધ સમાન છે.
જો કે વધુ માત્રામાં જાંબુ ખાવાથી જકડન,તાવ જેવી સમસ્યા થઇ શકે છે. જાંબુ ક્યારેય ખાલી પેટ ન ખાવા જોઇએ.તેમજ ન તો તેને દૂધ સાથે ખાવા જોઇએ.