શિયાળામાં જામફળને કહેવામાં આવે છે સુપરફૂડ, ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
શિયાળામાં ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થાય છે. જામફળનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો દરરોજ જામફળ ખાવામાં આવે તો શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. આ ખૂબ જ સરળ દેખાતું ફળ શિયાળાનું સુપરફૂડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામફળનો સ્વાદ ગળ્યો હોય છે. આ ફળ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. આયુર્વેદમાં તેના ફળ અને પાંદડા બંને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
જામફળ પણ ખૂબ ઓછી કેલરી અને ઉચ્ચ પોષક ઘનતા ધરાવતું ફળ છે. તેમાં ચરબી બહુ ઓછી હોય છે. તેમાં મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર હોય છે. આ સિવાય તેમાં ઘણા પોષકતત્વો હોય છે. કેલેરી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે.
જામફળમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય જામફળની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્ત્વપૂર્ણ મિનરલ્સ પણ જોવા મળે છે.
જામફળમાં ફાઈબર અને એન્ટિઓક્સીડેન્ટ જેવાં મહત્ત્વનાં પોષક તત્ત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
જામફળ વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરુપ થાય છે. દરરોજ માત્ર એક જામફળ ખાવાથી ત્વચા ચમકદાર બને છે અને ગ્લો કરે છે. જામફળમાં વિટામિન A, B અને C હોય છે.