Health: નાસ્તા સ્પ્રાઉટ્સનું કરો સેવન તો લાંબા સમય સુધી રહેશો યંગ, જાણો અન્ય અદભૂત ફાયદા
અંકુરિત અનાજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ફણગાવેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેમજ વિટામિન્સ. ખનિજો ફોસ્ફરસ. ફાઈબરનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ સેવનના ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પ્રાઉટ્સ ઓમેગા 3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર, હાઈ બીપી અને હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
સ્પ્રાઉટ્સમાં જોવા મળતી કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તે વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
જે લોકો ગ્લૂટેન પ્રત્યે સંવેદનશીલ હોય તેમના માટે સ્પ્રાઉટ ખાવું ફાયદાકારક છે. કારણ કે તેમાં ગ્લૂટેનની માત્રા ઓછી હોય છે.
સ્પ્રાઉટ્સમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આંખોની રોશની સુધારે છે.સ્પ્રાઉટ્સમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ આંખના કોષોને મુક્ત રેડિકલથી બચાવે છે અને તેમને નુકસાનથી બચાવે છે.
સ્પ્રાઉટ્સ રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. તેમાં આયરન અને કોપર હોય છે.
સ્પ્રાઉટ્સ એન્ટીઑકિસડન્ટસથી સમૃદ્ધ છે. જે ટોકિસન્સને દૂર કરે છે. આનાથી તમે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો.
સ્પ્રાઉટ્સ ખાવાથી જાતીય સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તે રક્ત પરિભ્રમણને વધારીને ઇરેક્ટાઇલ ડિસફંક્શનને રોકવામાં મદદ કરે છે.