જો 30 દિવસ સુધી નિયમિત આદુનો કરશો સેવન તો આ તમામ રોગનો જડમૂળથી થશે સફાયો
આદુ આયુર્વેદ ગુણોથી ભરપૂર છે. તેનાથી ભૂખ લાગે છે. આદુ શરદી, ફ્લૂ જેવા રોગોમાં ફાયદાકારક હોવા ઉપરાંત લૂઝ મોશન અને ફૂડ પોઈઝનિંગમાં પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી પાચન શક્તિ જળવાઈ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટિયોઆર્થરાઇટિસ, સાંધામાં દુખાવો બમારી સામાન્ય છે.આ સમસ્યમાં જો નિયમિત 30 દિવસ સુધી આદુનો રસ પીવામાં આવે તો રાહત મળે છે.
માઇગ્રેઇનની સમસ્યામાં પણ આદુ કે સૂઢનું સેવન અતિ ઉપયોગી છે. 30 દિવસ સુધી એક ટીસ્પૂન આદુનો પાવડર લેવાથી માઇગ્રેન પેઇનમાં રાહત મળી શકે છે.
માસિક દરમિયાન મોટાભાગની મહિલાઓને પેટ, કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. માસિક દરમિયાન જો સૂકા આદુના પાવડરને એક ચમચી પીવામાં આવે તો માસિક દરમિયાનના થતાં દુખાવાથી રાહત મળે છે.
જો આપને ઉલ્ટી થતી હોય અથવા તો વોમિટિં ફિલિંગ થતી હોય તો આ સમસ્યામાં પણ આદુ અથવા તો તેના પાવડરનું સેવન હિતકારી છે. આ સમસ્યાથી છૂટકારો મળે છે.
જો આપની કફની પ્રકૃતિ હોય. વારંવાર શરદી ઉધરસ થઇ જતાં હોય તો 30 દિવસ સુધી 1ટીસ્પૂન આદુના પાવડરનું સેવન કરવાથી શરદી, ઉધરસ અન્ય કફજન્ય રોગોથી છૂટકારો મળે છે. સૂંઠવાળું દૂધ પણ આ સમસ્યામાં અકસીર પ્રયોગ છે.
ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હૃદય રોગની સંભાવના રહે છે. જો હાઇ કોલેસ્ટ્રોલવાળી વ્યક્તિ નિયમિત 3 ગ્રામ આદુના પાવડરનુ સેવન કરે તો બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.