Health Benefits Of Tindora: વજન ઘટાડવામાં મદદગાર છે ટીંડોળા, જાણો ખાવાના ગજબ ફાયદા
લીલા શાકભાજી અને મોસમી ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ટીંડોળા પણ આવું જે લીલું શાક છે. જે સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારૂ માનવામાં આવે છે. જાણો તેના સેવનના ફાયદા જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીંડોળા વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફાઈબરનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આટલું જ નહીં, તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો પણ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ટીંડોળા વજન ઘટાડવામાં પણ કારગર છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે.જો આપ ડાયટમાં ટીંડોળાને સામેલ કરો છો તો વજનને બેલેન્સ કરવામાં મદદ મળે છે.
થકાવટ મહેસૂસ થતી હોય તો આયરનની ઉણપના કારણે હોઇ શકે છે. ટીંડોળા આયરનથી ભરપૂર છે. ડાયટમાં ટીંડોળાને સામેલ કરવાથી આયરનની પૂર્તિ થાય છે.
ટીંડોળા ફાઇબરથી ભરપૂર છે. જે પાચનતંત્રને દુરસ્ત કરે છે. ટીંડોળાના સેવનથી ગેસ, પેટમાં દુખાવા, ડાયરિયાની સમસ્યાથી રાહત મળે છે
ટીંડોળામાં પોટેશિયમની માત્રા ભરપૂર છે, જેને હૃદયના સ્વાસ્થ્ય માટે સારૂ મનાય છે.