Breast Cancer in Men: શું પુરૂષોને પણ થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય
મોટાભાગના લોકો માને છે કે સ્તન કેન્સર માત્ર મહિલાઓમાં જ થાય છે. પરંતુ આ કેન્સર પુરુષોને પણ અસર કરી શકે છે. પુરુષોમાં સ્તન કેન્સરના ચિહ્નોને અવગણવા જોઈએ નહીં, તે જીવલેણ હોઈ શકે છે. ચાલો જાણીએ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો અને ઉપાય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્તન કેન્સરના સંકજામાં માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ આવી શકે છે. જો કે તે ખૂબ જ દુર્લભ છે, તેમ છતાં પણ ઈએ તેને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. પુરુષોને સ્તન પેશીઓમાં કેન્સરના કોષો વિકસાવવાનું જોખમ રહેલું છે.
ઘણા અભ્યાસો અનુસાર, પુરુષોમાં સ્તન કેન્સરના મોટાભાગના કેસો આનુવંશિક કારણોસર હોય છે. પરંતુ તે કૌટુંબિક ઇતિહાસ વિના પણ થઈ શકે છે.
અહેવાલો અનુસાર, સ્તન કેન્સરના તમામ કેસોમાંથી માત્ર 1% પુરુષોમાં થાય છે. 2015 માં, પુરૂષોમાં સ્તન કેન્સરના 2350 કેસ હતા, જેમાંથી 440 તેના કારણે મૃત્યુ પામ્યા હતા. વાસ્તવમાં પુરૂષો સમજી શકતા નથી કે તેમને સ્તન કેન્સર છે, તેઓ લક્ષણોની અવગણના કરે છે જેની કેન્સર મોતનું કારણ બને છે.
પહેલા પુરૂષોમાં દેખાતા બ્રેસ્ટ કેન્સરના લક્ષણોને સમજીએ. તાવ નબળાઇ લાગવી,-સ્તનમાં ગઠ્ઠો થવો અથવા ચાંદા થવા, સ્તનની આસપાસના સ્નાયુઓમાં દુખાવો થવો. સ્તનની ત્વચા પર બળતરા થવી, નિપ્પલમાંથી સ્રાવ ઝરવો, વગેરે લક્ષણો સ્તન કેન્સરના છે.
યુવાનોને સ્તન કેન્સર થઈ શકે છે. પરંતુ ઉંમર સાથે તેનું જોખમ વધે છે.અંડકોષનો સોજો પણ પુરુષોમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે.જો કુટુંબમાં અથવા સંબંધીઓમાં કોઈને સ્તન કેન્સર થયું હોય, તો તમને પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
સ્તન કેન્સરના ચાર સ્ટેજ છે. જો તે શરૂઆતના તબક્કામાં જોવા મળે તો તરત જ તેની સારવાર કરી શકાય છે. પરંતુ જ્યારે તે સ્ટેજ 4 પર જાય છે ત્યારે તે જીવલેણ બની જાય છે. સ્તન કેન્સરથી બચવા માટે વ્યક્તિએ આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ અને વજન પર નિયંત્રણ રાખવું જોઈએ.