Health: શું ડાયાબિટિસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
ડાયાબિટિસના દર્દીઓએ તેમની ડાયટનું પ્રોપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સુગરના દર્દીઓ માટે નાની બેદરકારી પણ મોટી હાનિનું કારણ બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ તો નારિયેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે ડાયાબિટિસના દર્દીઓ હંમેશા કન્ફ્યુઝનમાં રહે છે. જાણીએ એક્સ્પર્ટ આ વિશે શું કહે છે.
એક્સ્પર્ટના મત મુજબ ડાયાબિટિસના દર્દીઓ પણ નારિયેળ પાણી પી શકે છે. નિયમિત નારિયેળ પાણીના સેવનથી સુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
આ ઇંસુલિન સેસિટિવિટીને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. નારિયેળ પાણીના સેવનથી સુગર લેવલ ઓછું થાય છે.
નારિયેળની મલાઇ ખાવાથી શરીરમાં ફેટ પીગળે છે. ડાયાબિટિસ અને મેદસ્વીતાથી પીડિત લોકોને નારિયેળની મલાઇ ખાવાની સલાહ આપવામાં આવે છે.
રોજ એક ગ્લાસ નારિયેળ પાણી ન માત્ર બ્લડ સુગર લેવલ નિયંત્રિત રાખે છે પરંતુ તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે.
જો કે ડાયાબિટિસના દર્દઓએ સપ્રમાણ જ તેનું સેવન કરવું જોઇએ. એક ખાસ વાત પણ નોંધવા જેવી છે. બ્લડસુગરના દર્દીઓ નારિયેળ પાણીનું નિયમિત સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.