Causes of Pimples: ખીલ વધવાનું કારણ છે આપની આ મોર્નિંગ બેડ હેબિટ્સ
સવારે ઉઠતાની સાથે જ ચહેરાને રગડાવની ભૂલ ન કરો. કારણ કે, આ સમયે ચહેરા પર પરસેવો અને કુદરતી તેલ હોય છે, જેને પાણીથી પહેલા ધોઈ લેવું જોઈએ અને પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે, આપની કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.
આપની બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે. આપ આ બાબતથી અજાણ રહીને આપની બ્યુટી પ્રોડક્ટ અને ડાયટમાં અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.
સીટીએમને ફોલો ન કરવું પણ ખીલનું કારણ બને છે. સીટીએમનો અર્થ છે. ક્લિન્ગિં, ટોનિંગ, મોશ્ચરાઇઝિંગ, આ ત્રણેય સ્ટેપને ફોલો ન કરવાથી ખીલ વધી શકે છે.
ઓછું પાણી પીવાની આદત પણ ખીલનું કારણ બને છે. પાણીના સેવનથી પેટ સાફ રહે છે અને ખીલ નથી થતાં
સનસ્ક્રિન લગાવ્યા વિના જ્યારે આપ બહાર જાવ છો તો આ ભૂલને કારણે પણ ખીલ થાય છે.
તળેલી વસ્તુઓ ક્યારેય ન ખાવી, સવારના નાસ્તામાં ક્યારેય તળેલી વસ્તુઓ ન ખાવી. ઉદાહરણ તરીકે, બિસ્કિટ, નૂડલ્સ અને જંક ફૂડનું સેવન ન કરો. સૌથી પહેલા ઉઠો અને હુંફાળુ પાણી પીવો.
મોડા ઊંઘવું અને ઓછી ઊંઘ પણ આ સમસ્યા માટે જવાબદાર છે. સ્કિનને હેલ્ધી રાખવા માટે પુરતી ઊંઘ જરૂરી છે.