Coffee Benefits: તમે પણ ઇચ્છો છો નેચરલ ગ્લૉ, તો કૉફીનો આ રીતે કરો ઉપયોગ
Coffee Benefits: તમારા ચહેરા પર કુદરતી ચમક મેળવવા માટે તમે ઘરે કૉફીનો ઉપયોગ કરીને તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. આ ચહેરાને ચમકદાર, કોમળ અને સુંદર બનાવવામાં ઘણી મદદ કરશે. જો તમે પણ તમારા ચહેરાને સુંદર બનાવવા માંગો છો, તો તમે ઘરે રહીને કોફીની મદદથી ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે પણ ડાઘ રહિત અને સુંદર ત્વચા મેળવવા માંગો છો તો તમે કોફીનો ઉપયોગ કરી શકો છો.
કૉફીમાં રહેલો એન્ટીઓક્સીડેન્ટ અને કેફીન ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
કૉફીમાંથી સ્ક્રબ બનાવવા માટે બે ચમચી ગ્રાઉન્ડ કોફી, એક ચમચી દહીં અને અડધી ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો.
કૉફી ફેસ માસ્ક બનાવવા માટે ગ્રાઉન્ડ કૉફીમાં એક ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો.
કૉફી આઈ માસ્ક માટે કૉફી ટી બેગ્સને ઠંડા પાણીમાં પલાળી રાખો અને તેને 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો, પછી આ ટી બેગ્સને તમારી આંખો પર 15 મિનિટ માટે મૂકો.
કૉફીનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો, કારણ કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.