Health:સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીનું સેવન એક નહિ અનેક બીમારીથી અપાવશે છુટકારો, જાણો ગજબ ફાયદા
દરરોજ સવારની શરૂઆત પાણી પીવાથી કરવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે, પરંતુ જો તમે તેમાં એક ચમચી વરિયાળી પણ નાખી દો તો તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, તમારી સવારની શરૂઆત સારી રીતે કરવી ખૂબ જ જરૂરી છે. જેમ કે સવારે સમયસર જાગવું, સવારના યોગા, ધ્યાન, વર્કઆઉટ અથવા દિનચર્યામાં હળવી શારીરિક પ્રવૃત્તિ કરવી. આ સારી આદતોમાંથી એક માનવામાં આવે છે
સવારે ઉઠ્યા પછી પાણી પીવું પણ એમાની એક હેલ્ધી હેબિટ છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, તેમાં પણ જો વરિયાળીનું પાણી પીવામાં આવે તો તેની શરીર પર અદભૂત અસર થાય છે.
જો તમે દરરોજ સવારે નવશેકું પાણી પીશો તો તેનાથી તમારા શરીરને ફાયદો તો થશે જ, પરંતુ જો તમે આ પાણીમાં વરિયાળી ઉકાળીને પીશો તો તમને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે.
વધતા વજનથી પરેશાન લોકો દરરોજ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પી શકે છે. આ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે, કારણ કે ચયાપચયને વેગ મળે છે. આ માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ઉકાળો, ગાળીને હૂંફાળું પી લો.
વરિયાળીનું સેવન પાચનક્રિયા સુધારવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જે લોકોને વારંવાર એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું જેવી સમસ્યા રહેતી હોય તેમણે રોજ વરિયાળીનું પાણી પીવું જોઈએ. કબજિયાતથી પીડિત લોકો માટે દરરોજ સવારે વરિયાળીનું પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે.
વરિયાળીની તાસીર ઠંડી છે, તેથી ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ મળે છે. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને હીટસ્ટ્રોકથી બચાવે છે.
દરરોજ સવારે વરિયાળીનું પાણી પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં આવે છે અને તે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે, તમે ત્વચાની સમસ્યાઓથી પણ દૂર રહે છે. વરિયાળીનું પાણી પીવાથી ત્વચાને અકાળ વૃદ્ધત્વથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.