Muskmelon benefits : ઉનાળામાં પાણીથી ભરપૂર સાકર ટેટીના સેવનના છે અદભૂત ફાયદા, આ રીતે કરો સેવન

હેલ્થ:ગરમીની સિઝનમાં સાકર ટેટીને અમૃત સમાન મનાય છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. 100 ગ્રામ સાકર ટેટી લેવાથી 0.8 પ્રોટીન મળે છે. તેમાં 95ટકા પાણી છે. જે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું પોટેશ્યિમ થકાવટને દૂર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આંખની રોશનીઆંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે.. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે. દિવસમાં બેથી ત્રણવાર સાકર ટેટી ખાવાથી આંખનો આ ઘસારો થતો અટકે છે. સાકર ટેટીમાં બીટા કેરાટીન છે, જે આંખોની રોશની માટે હિતકારી છે.

ગ્લોઇંગ સ્કિનઆ ફળ સ્કિને હાઇડ્રેઇટ રાખે છે. રોજ એક વાટકી સાકર ટેટી લેવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિનનું મોશ્ચર બની રહે છેત હેર માટે આ એક કુદરતી કન્ડીશનર છે. એસિડીટીની સમસ્યામાં પણ રામબાણ ઇલાજ છે.
પાચનતંત્રમાં સુધારસાકર ટેટી રેસાયુક્ત અને પાણીથી ભરપૂર હોવાથી પાચન સંબંધિત સમસ્યામાં પણ એક ઔષધ સમાન છે. સાકર ટેટીના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે.