Summer Fruits:ગરમીમાં આ 8 ફળોનું અચૂક કરો સેવન, હેલ્થની સાથે સ્કિનને રાખશે તરોતાજા
Summer Fruits: ઉનાળાની ઋતુ પોતાની સાથે ઉંચુ તાપમાન, તડકો અને અનેક બીમારીઓ લઈને આવે છે, પરંતુ આ ઋતુમાં ઘણા પ્રકારના ફળો મળે છે જેનું સેવન તમે સ્વસ્થ રહેવા માટે કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ એક સામાન્ય સમસ્યા છે. આ સિઝનમાં પ્રવાહીનું સેવન વધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, આ સિવાય આ સિઝનમાં ઘણા એવા ફળો પણ ઉપલબ્ધ છે, જે તમને આ સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચાવી શકે છે. આ ફળોમાં ભરપૂર પાણી છે. આ તમામ ફળોમાં 70 ટકા પાણી છે.
પાઈનેપલ એક ખાટું-મીઠું અને રસદાર ફળ છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે, જેનાથી તમે મોસમી રોગોથી બચી શકો છો. આ ફળમાં રહેલા ગુણો હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
તરબૂચનું સેવન આપને હાઇડ્રેઇટ રાખશે. તેમાં પુષ્કળ પાણી છે. આ સિવાય તેમાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન અને અન્ય ઘણા તત્વો ભરપૂર પોષકત્વો છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને પેટમાં ઠંડક રહે છે આ લો કેલેરી ફ્રૂટ છે જેથી વજન પણ નથી વધતું
સાકર ટેટી પણ સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો છે. તેમાં વિટામીન એ અને વિટામીન સી વધુ માત્રામાં હોય છે. આ બંને તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન પણ ગ્લો કરે છે અને હાઇડ્રેઇટ રહે છે. તરબૂચમાં પોટેશિયમ જોવા મળે છે, જે બ્લડપ્રેશર માટે મદદરૂપ છે. તેમાં હાજર બીટા કેરોટીન આંખોને સ્વસ્થ રાખે છે.
બ્લેકબેરી ખાવાના અગણિત ફાયદા છે. જાંબુ ઉનાળામાં અને ચોમાસામાં મળતું આ એક ખાસ ફળ છે. તે સ્વાદની સાથે અનેક ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામિન સી અને આયર્ન પૂરતી માત્રામાં મળી આવે છે, જે શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ છે.
લીચી ઉનાળાના ખાસ ફળોમાંનું એક છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રસદાર ફળ છે. તેમાં પુષ્કળ પાણી છે. લીચીમાં વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. તે પાચન માટે પણ સારું ફળ માનવામાં આવે છે.
બેલ ગરમીથી રાહત મેળવવા માટે ઉતમ છે. તેમે તેનું સરબત પણ પી શકો છો. આ ફળ સિઝનલ બીમારીઓથી બચાવે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આ ફળમાં ફાઈબર, વિટામિન અને અન્ય તમામ પોષક તત્વો મળી આવે છે.
દ્રાક્ષ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે ગુણોનો ભંડાર છે ઉનાળામાં તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્યવર્ધી લાભ મળે છે. જો આપના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો દ્રાક્ષ આપના માટે ઉપકારક છે. કબજિયાતની સમસ્યામાં પણ દ્રાક્ષનું સેવન હિતકારી છે. હદય માટે પણ દ્વાક્ષ હિતકારી, જો આપ હૃદય સંબંધિત કોઇ સમસ્યાથી પરેશાન હો તો દ્રાક્ષને ડાયટમાં સામેલ કરી શકો છો.