Corona: કોરોના સામે લડવા માટે ઘરમાં રાખવા જરૂરી છે આ મેડિકલ ગેજેટ્સ, કિંમત પણ છે બજેટની અંદર
આપને અને આપના પરિવારના સભ્યોને કોરોનાથી બચાવવા માટે, આપને ઘરમાં આ મેડિકલ ગેજેટ્સ રાખવા જોઈએ. જે તમારા બજેટમાં પણ આવી શકે તેટલા રિઝનેબલ પ્રાઇઝમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર: તમારા ઘરમાં ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટરિંગ મશીન રાખો. એવું મશીન ખરીદવું. જે બ્લડ મોનિટરિંગની સાથે પલ્સ રેટ પણ બતાવે. તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર 80-120 mm Hg ની વચ્ચે રહે છે. બજારમાં સારા બ્લડ પ્રેશર મોનિટરની કિંમત રૂ. 2,000 થી રૂ. 3,000 સુધીની છે.
પલ્સ ઓક્સિમીટરઃ જો કોઈ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે છે, તો તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગે છે. પલ્સ ઓક્સિમીટર શરીરમાં spo2 સ્તરને ટ્રૅક કરવામાં મદદ કરે છે અને તમને જણાવે છે કે તમારે સજાગ રહેવાની જરૂર છે કે નહીં. બજારમાં, તમને રૂ. 500 થી રૂ. 2,000 ની વચ્ચે વિવિધ ગુણવત્તાના પલ્સ ઓક્સિમીટર મળશે.
ડિજિટલ IR થર્મોમીટર: IR થર્મોમીટર એ એક કોન્ટેક્ટલેસ ગેજેટ છે જે 1-2 ઇંચના અંતરથી શરીરનું તાપમાન માપે છે. કારણ કે આ ડિવાઇસ કોન્ટેક્ટ લેસ છે. જેથી ક્રોસ ઇન્ફેક્શનની શક્યતા પણ ઓછી થાય છે. તમે તેને એમેઝોન પરથી રૂ.900માં ખરીદી શકો છો.
ગ્લુકોમીટરઃ દરેક વ્યક્તિ માટે ગ્લુકોમીટર જરૂરી નથી, પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. ગ્લુકોમીટરની કિંમત બજારમાં રૂ.500 થી શરૂ થાય છે.
ઓક્સિજન કોન્સેન્ટ્રેટર: ઓક્સિજન કોન્સેન્ટ્રેટર હવામાંથી નાઇટ્રોજન અને અન્ય અશુદ્ધિઓ દૂર કરે છે જે હવાને શુદ્ધ બનાવે છે. ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદતી વખતે, તમારે તેની વોરંટી, સર્ટિફિકેસન, સર્વિલ નેટવર્ક જેવી બાબતો ધ્યાનમાં લેવી આવશ્યક છે.
પોર્ટેબલ ઓક્સિજન કેનિસ્ટર: જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે અને તેને તાત્કાલિક સારવાર મળતી નથી, ત્યારે તેનું ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગે છે. આવી સ્થિતિમાં, પોર્ટેબલ ઓક્સિજન ડબ્બો શરીરમાં ઓક્સિજનની ઉણપને પૂરી કરીને વ્યક્તિનો જીવ બચાવી શકે છે. ધ્યાનમાં રાખો, આ ટૂંકા ગાળાનો ઉકેલ છે અને તેના પર લાંબા સમય સુધી આધાર રાખી શકાતો નથી.
સ્ટ્રીમરઃ સ્ટીમરનો ઉપયોગ શરદી અને ઉધરસથી બચવા માટે થાય છે. તે શરીરને ગરમ હવા આપે છે જે ગળામાં સોજો અને બળતરામાં રાહત આપે છે. આ ડિવાઇસની ની કિંમત બજારમાં રૂ.400 થી શરૂ થાય છે.
માસ્કઃ કોરોનાથી બચવા માટે માસ્ક જરૂરી છે. બજારમાં વિવિધ પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે જે તમને સંક્રમણથી બચાવી શકે છે. બજારમાં આવા ઘણા માસ્ક પણ ઉપલબ્ધ છે જે એન્ટીબેક્ટેરિયલ કોટિંગ સાથે આવે છે અને તેને રીયુઝ પણ કરી શકાય છે.