Dates in winter: શિયાળામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, ડાયેટમાં કરો સામેલ
ડાયાબિટીસના દર્દીઓ આરામથી ખજૂર ખાઈ શકે છે. કારણકે ખજૂરમાં રહેલી સાકર સરળતાથી પચી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ ખજૂરનો વિવકપૂર્વક ઉપયોગ કરે તો તે ફાયદો કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
પલાળેલી ખજૂર ખાવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. પલાળીને ખાવાથી , તેઓ પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હો, તો તેને ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને રાખો.
ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા પાચનતંત્રને દુરસ્ત કરવામાં ઉપયોગી છે. જો પાચન બરાબર હોય તો કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
ખજૂર બાળકો માટે ફાયદાકારક છે. ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે બાળકોનું શરીરનું વજન ઓછું હોય, હિમોગ્લોબિન અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમને દરરોજ ખજૂર આપવી ખૂબ જ ઉપયોગી છે.
હંમેશા યાદ રાખો કે ખજૂરની તાસીર ગરમ નથી પરંતુ અત્યંત ઠંડી હોય છે અને તમામ પિત્ત વિકૃતિઓ માટે તે શ્રેષ્ઠ કામ કરે છે.