માત્ર ડિટોક્સ વોટરના સેવનથી આપ ગ્લોઇંગ સ્કિન અને સ્લિમ ફિગર મેળવી શકો છો. ઘરે બનાવવાની રીત સમજી લો
શરીરમાંથી ઝેર દૂર કરવા માટે ડિટોક્સ વોટર પીવામાં આવે છે. તે ફળો, શાકભાજી, જડીબુટ્ટીઓ અથવા મસાલાઓથી ભરેલું પીણું છે. ડિટોક્સ ડ્રિંક્સ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે તમને ડિટોક્સ પીણાંની લાંબી સૂચિ મળશે, જે તમે અજમાવી શકો છો. આ પીણાં સામાન્ય રીતે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
લવિંગ અને કાળા મરી બંને વજન ઘટાડવા માટે ઉત્તમ છે. વજન ઘટાડવામાં મદદ કરવા ઉપરાંત, આ પીણું તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંને ઘટકોનો ઉપયોગ કરીને ડિટોક્સ વોટર તૈયાર કરવું અત્યંત ફાયદાકારક બની શકે છે. તેને ઘરે કેવી રીતે બનાવશો તે જાણો
ડિટોક્સ વોટર તૈયાર કરવા માટે આપને 1 ગ્લાસ પાણી, 2 લવિંગ, 4 કાળા મરી અથવા કાળા મરી પાવડરની જરૂર પડશે.
લવિંગ અને કાળા મરીને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પાણીને એક તપેલીમાં નાંખો અને તેને ઉકળવા દો. પછી આ પાણીને ગાળીને તેમાં થોડું લીંબુ અથવા ગુલાબી મીઠું નાખો. તૈયાર છે. આ રીતે તમારૂ ડિટોક્સ ડ્રિંક તૈયાર થઇ જશે.