ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
'યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા' મુજબ 'મેટાબોલિક સિન્ડ્રોમ'વાળા દર્દીઓને ઉપવાસ કરવાથી ઘણો વધારે ફાયદો થાય છે. હવે સવાલ એ ઉઠે છે કે મેટાબોલિક સિન્ડ્રોમ શું છે? વાસ્તવમાં, મેટાબોલિક સિન્ડ્રોમ એને કહેવાય છે જેમાં ખરાબ ખાણીપીણી અને લાઈફસ્ટાઈલને કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ, બીપી અને કોલેસ્ટ્રોલ અસંતુલિત થઈ જાય છે. આ ડાયાબિટીસ અને હૃદયની બીમારીનું પણ કારણ બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપવાસ કરવાથી દવા વધુ સારી રીતે કામ કરે છે. 17 કલાક ભૂખ્યા રહેવાથી ગ્લુકોઝનું લેવલ એકદમ સાચું રહે છે. પેટ જેટલું ખાલી રહેશે, સ્વાદુપિંડ એટલું જ સક્રિય રહે છે. સાથે જ આનાથી બ્લડ શુગર ઘટાડવામાં મદદ મળે છે. લિવર, માંસપેશીઓ અને રક્ત સારી રીતે કામ કરે છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારું શુગર લેવલ નીચું રહે છે તો ઉપવાસ દરમિયાન ગ્લુકોઝ લેવલ વધુ નીચું જઈ શકે છે. આના કારણે પરસેવો પણ આવી શકે છે. આમાં હાથ પગ ધ્રૂજવા લાગે છે અને નબળાઈ અનુભવાય છે.
જ્યારે પણ ડાયાબિટીસના દર્દીઓ ઉપવાસ રાખે ત્યારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે - ઉપવાસ દરમિયાન તમને ઉબકા આવવા, બરાબર ન દેખાવું, વજન ઘટવું, ઘા ન રુઝાવા, વધારે પેશાબ આવવો - આ બીમારીના લક્ષણો હોઈ શકે છે. આનાથી તમારે સમજી જવું જોઈએ કે તમારે વ્રત નહીં કરવું જોઈએ.
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ઉપવાસ દરમિયાન ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આના માટે તમારે પુષ્કળ માત્રામાં ફાઈબર, પ્રોટીન, સાબુદાણા વગેરે ખાવું જોઈએ જેથી શરીરમાં નબળાઈ ન આવે.