માત્ર ગળ્યું ખાવાથી જ નહીં, આ આદતને કારણે વધી રહ્યો છે ડાયાબિટીસનો ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો
મોટાભાગના લોકોને લાગે છે કે તેના માટે ખાંડ જવાબદાર હોય છે. આ સાચું પણ છે કે વધારે મીઠું ખાવાથી શુગરની બીમારી થાય છે પરંતુ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જોયું છે કે પ્લાસ્ટિકની બોટલના ઉપયોગથી પણ ડાયાબિટીસનો ખતરો છે. તેમાં ખતરનાક રસાયણ જોવા મળે છે, જે ખતરનાક બીમારીઓનું કારણ બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ડાયાબિટીસ' નામના જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ખાવા અને પીવાના પેકેટ્સ બનાવવામાં BPA રસાયણનો ઉપયોગ થાય છે, જે પ્લાસ્ટિકની પાણીની બોટલોમાં જોવા મળે છે. શરીરમાં શુગર બેલેન્સ કરતા હોર્મોન ઈન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટાડી શકે છે. આવો જાણીએ સંશોધન શું કહે છે...
પહેલા થયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિક અને એપોક્સી રેઝિન બનાવવામાં બિસ્ફેનોલ A (BPA) રસાયણનો ઉપયોગ થાય છે, જે શરીરમાં હોર્મોન્સના બેલેન્સને બગાડી શકે છે. પહેલી વાર કોઈ સંશોધનમાં BPAને ડાયાબિટીસ સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ પહેલા કોઈ અભ્યાસમાં તેનું સીધું પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું.
કેલિફોર્નિયા પોલિટેક્નિક સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પ્રથમ એવો અભ્યાસ છે, જેમાં BPAથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અભ્યાસમાં સંશોધકોએ 40 તંદુરસ્ત સહભાગીઓને સામેલ કરી બે જૂથ બનાવ્યા. એક જૂથને પ્લેસિબો અને બીજાને પ્રતિ કિલોગ્રામ વજન અનુસાર રોજ 50 માઇક્રોગ્રામ BPA આપવામાં આવ્યું. જેમાં BPA લેનારાઓમાં ચાર દિવસ પછી ઈન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટી, જ્યારે નિષ્ક્રિય પદાર્થ પ્લેસિબોમાં આવું થયું નહીં.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેનલેસ સ્ટીલ અથવા કાચની બોટલોના ઉપયોગથી BPAનો ખતરો ઘટાડી શકાય છે, જેનાથી ડાયાબિટીસની ચિંતા ઓછી થઈ શકે છે. પ્લાસ્ટિકની બોટલોથી જેટલું બની શકે તેટલું બચવું જોઈએ. જણાવી દઈએ કે તાજેતરમાં ઇકો-એન્વાયરન્મેન્ટ એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું કે તડકામાં પડેલી પ્લાસ્ટિકની પાણીની બોટલો ખતરનાક રસાયણો છોડી શકે છે, જેમાં n-hexadecane જેવા કેન્સર થઈ શકે છે.