Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
ભારતીય વાનગીઓમાં ચોખાનો ઘણી રીતે ઉપયોગ થાય છે. તેની અલગ-અલગ રેસિપી બનાવવામાં આવે છે. જેમ કે ઉકાળેલા ચોખા કે બિરયાની. પરંતુ ક્યારેક એવું થાય છે કે ચોખા ખાવાથી આપણને સારું નથી લાગતું. કારણ કે તે ધીમે-ધીમે પચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે આ લેખ દ્વારા જણાવીશું કે ચોખા ખાવાનો સાચો સમય શું છે? અને તેને ખાવાની રીત શું છે? જેથી તેને પચવામાં તકલીફ ન થાય, સાથે જણાવીશું કે રાત્રે ચોખા ખાઈ શકાય કે નહીં?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) મુજબ તમે ક્યા સમયે ખાઓ છો તેની સીધી અસર તમારા વજન પર પડે છે. સંશોધન મુજબ જે વ્યક્તિ દિવસમાં વધુ કેલરી ખાય છે અને રાત થતાં તેને ઓછી કરી દે છે તે વજન ઘટાડવામાં વધુ સફળ થાય છે.
ચોખામાં કાર્બોહાઇડ્રેટ ખૂબ હોય છે તેથી જો તમે તેને મોડી રાત્રે ખાઓ છો તો વજન વધવાની શક્યતા વધી જાય છે. સાથે જ તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે. જેમ કે શરીરમાં કફનું બનવું.
જો તમે ચોખા ખાઓ જ છો તો તેને સારી રીતે ચાવીને ખાઓ. તેને આરામથી ધીમે-ધીમે પૂરી રીતે ચાવો. જેથી પેટમાં જઈને તેને ઓગળવામાં અને પચવામાં સરળતા રહેશે. આમ કરવાથી પેટ અને આંતરડા પર દબાણ ઓછું પડે છે. મોડી રાત્રે ચોખા ખાવાથી લોહીમાં શુગરનું સ્તર ઝડપથી વધે છે. ખાસ કરીને જો વધુ પ્રમાણમાં ખવાય ત્યારે. શરીરમાં શુગરનું સ્તર વધવાને કારણે કુદરતી સર્કેડિયન લય ખોરવાઈ શકે છે. જેના કારણે ઊંઘમાં ઘટાડો થઈ શકે છે.