Health Tips: સવારે ખાલી પેટ જ્યુસ પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક, જાણો યોગ્ય સમય અને માત્રા
એક કપ ફળોના રસમાં 117 કેલરી અને લગભગ 21 ગ્રામ ખાંડ હોય છે. શું શિયાળામાં જ્યુસ પીવો વધુ ખતરનાક બની શકે છે? તેનો યોગ્ય સમય અને અસર જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક લોકો માને છે કે, શિયાળામાં જ્યુસ પીવું સારું નથી. તે વધુ ઠંડુ પડે છે પરંતુ આજે એક્સ્પર્ટ તર્કથી જાણીએ કે વિન્ટરમાં જ્યુસ પીવું જોઇએ કે નહિ
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો બોડી હાઇડ્રેશન અને એનર્જી માટે જ્યુસ પીવાનું પસંદ કરે છે. ફળોના રસને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના વિટામીન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. ફળોમાં જોવા મળતી હેલ્ધી ફેટ હૃદયને સ્વસ્થ રાખે છે.
સામાન્ય રીતે જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જ્યુસમાંથી ફાઈબર અને અન્ય કેટલાક સૂક્ષ્મ પોષકતત્વો દૂર થવાને કારણે તેને વધુ પ્રમાણમાં પીવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. ફળોમાં ફ્રુક્ટોઝ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે એક પ્રકારની ખાંડ છે. આ જ કારણ છે કે વધુ પડતા જ્યુસ પીવાથી ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે.
સામાન્ય રીતે જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જ્યુસમાંથી ફાઈબર અને અન્ય કેટલાક સૂક્ષ્મ પોષકતત્વો દૂર થવાને કારણે તેને વધુ પ્રમાણમાં પીવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. ફળોમાં ફ્રુક્ટોઝ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે એક પ્રકારની ખાંડ છે. આ જ કારણ છે કે વધુ પડતા જ્યુસ પીવાથી ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે.
હેલ્થ એક્સપર્ટના મતે જ્યુસમાં મોટી માત્રામાં કેલરી જોવા મળે છે. એક કપ રસમાં 117 કેલરી અને લગભગ 21 ગ્રામ ખાંડ હોય છે. તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. આ જ કારણ છે કે વધુ પડતા જ્યુસ પીવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ફળોના રસમાં વધુ ખાંડ જોવા મળે છે. તેથી, જ્યારે પણ તેનું વધુ સેવન કરવામાં આવે છે, ત્યારે ખાંડની માત્રા વધી શકે છે. જેના કારણે ડાયાબિટીસની સમસ્યા વધવાનો ખતરો છે. વધુ પડતા ફળોનો રસ પીવાથી પણ દાંતમાં સડો થઈ શકે છે. તે લીવરને યોગ્ય રીતે હાઇડ્રેટ પણ રાખતું નથી. આ જ કારણ છે કે તે પેટના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે.
હવે વાત કરીએ એક દિવસમાં કેટલું જ્યુસ પીવો જોઈએ. આ અંગે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ફળોમાંથી જ્યુસ બનાવ્યા બાદ તેમાંથી ફાઈબર દૂર થાય છે અને ફ્રુક્ટોઝની માત્રા પણ વધે છે. તેથી વ્યક્તિએ દિવસમાં માત્ર એક ગ્લાસ જ્યુસ પીવો જોઈએ. આનાથી વધુ જ્યુસ પીવાથી નુકસાન થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ જ્યુસ પીવાની અથવા રાત્રે સૂતા પહેલા જ્યુસ પીવાની આદત હોય છે, પરંતુ આ યોગ્ય રીત નથી. સવારે વહેલા ઉઠીને જ્યુસ પીવાથી શરીરમાં શુગર લેવલ વધી શકે છે. તેથી નાસ્તા પછી જ્યુસ પીવો જોઈએ. એક ગ્લાસ જ્યુસ પીવાનો શ્રેષ્ઠ સમય સવારના નાસ્તા અને લંચ વચ્ચેનો છે. ખાલી પેટે જ્યુસ પીવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.