શું સીડી ચડતી વખતે તમને પણ શ્વાસ ચઢે છે ? તમે આ બીમારીઓને શિકાર તો નથી બન્યાંને!
મોટાભાગના લોકો આ સમસ્યાને સામાન્ય સમજીને અવગણના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થવી એ પણ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વાસની તકલીફનો અર્થ એ થઈ શકે છે કે તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી. આ ઉપરાંત, આ સમસ્યા ઓક્સિજનના સ્તરમાં ઘટાડો દર્શાવે છે. એ પણ સંભવ છે કે તમારા હૃદયના કામકાજમાં ખલેલ છે અને તે વધુ પડતા દબાણ હેઠળ આવી રહ્યું છે.
શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા અસ્થમામાં પણ જોવા મળે છે. જો તમને આ સમસ્યા વારંવાર અનુભવાતી હોય તો ડૉક્ટર પાસે જવામાં અચકાવું નહીં. કારણ કે આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ અથવા સીઓપીડી એ એક સ્વાસ્થ્ય સ્થિતિ છે જેમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે. આ રોગમાં શ્વાસ લેવામાં અવરોધ આવે છે. ફેફસાંના વાયુમાર્ગમાં સંકોચન થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
જો તમને વારંવાર સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો તેને અવગણવાની ભૂલ ન કરો અને તરત જ તમારા ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવો.