Health:શું આપ જાણો છો કે, રડવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો કેમ?
કહેવાય છે કે સારા સ્વાસ્થ્ય માટે ખુલીને હસવું જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે રડવાથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.આવો જાણીએ રડવાના ફાયદા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંસુ આપણને લાગણીઓને વ્યક્ત કરવા અને હળવાશ ફીલ કરાવવામાં મદદ કરે છે. રડવું આપણને તીવ્ર લાગણીઓનો સામનો કરવામાં મદદ કરે છે.
તમે રડીને તમારી જાતને શાંત કરી શકો છો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, રડવું પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. થોડીવાર માટે રડવાથી તમને આરામનો અનુભવ થાય છે, જે તમને શાંત રહેવામાં મદદ કરે છે.
લાંબા સમય સુધી રડવાથી ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન મુક્ત થાય છે. આ ફીલ-ગુડ રસાયણો શારીરિક અને ભાવનાત્મક પીડાને ઘટાડવામાં મદદ કરે છે.
રડવું સ્ટ્રેસ હોર્મોન્સ છોડે છે, જે તમને શાંતિનો અનુભવે કરાવે છે, જ્યારે તમે ખૂબ અસ્વસ્થ હોવ ત્યારે રડવું એ સ્વાભાવિક લક્ષણ છે અને તે માનસિક સ્વસ્થતા તરફ દોરી જાય છે.
રડવું એ આપણી આંખોના સ્વાસ્થ્ય માટે સારું છે, તે આંખોને ધૂળ અને રજકણથી સાફ કરીને આંખોને ક્લિન કરે છે. રડવાથી આપણને નકારાત્મક લાગણીઓનો સામનો કરવામાં પણ મદદ મળે છે.
આ આવેગ આપને અંદરથી મજબૂત બનાવે છે.રડવું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. તે આપણા શરીરમાં રહેલી ખરાબ વસ્તુઓને દૂર કરે છે અને આપણા માનસિક સ્વાસ્થયને સંતુલિત કરવામાં મદદ કરે છે.