શું આપ આ ફળોને ફ્રિજમાં સ્ટોર કરો છો, તો સાવધાન પહેલા તેના નુકસાન જાણી લો
Health Tips:આજકાલ બધા જ લોકો ફળ અને શાકભાજીને ફ્રિજમાં રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું આપ જાણો છો કે, ફળોને ફ્રિજમાં રાખવાથી તેના પોષકતત્વો નષ્ટ થઇ જાય છે. તો જાણીએ ક્યાં ફળોને ફ્રિજમાં ન રાખવા જોઇએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકો એવું માને છે કે, શાકની જેમ ફળોને પણ ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય સુધી ફ્રેશ રહે છે. જો કે એવું નથી ફ્રિજમાં રાખવાથી ફળ ખરાબ થાય છે અને તે ઝેરીલા પણ થઇ શકે છે. ખાસ કરીને પલ્પવાળા ફળોને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઇએ.
સફરજનમાં એક્ટિવ એન્જાઇમ્સ હોવાથી તે ઝડપથી પાકી જાય છે. આ કારણે તેને ફ્રિજમાં ન રાખવા જોઇએ. જો લાંબો સમય માટે રાખવાના હોય તો કાગળમાં લપેટીને રાખી શકાય છે. ઉપરાંત બીજ વાળા ફળોને પણ ફ્રિજમાં રાખવનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઇએ.
કેળા એવું ફળ છે, જેને ફ્રિજમાં ક્યારેય ન રાખવા જોઇએ. કેળાં ફ્રિજમાં રાખવાથી ઝડપથી કાળાં પડી જાય છે. કેળાના ડંઠલમાંથી ઇથાઇલીન ગેસ નીકળે છે. જે બીજા ફળોને પણ ઝડપથી પકવી દે છે. જેથી કેળાને બીજા ફળોથી દૂર અને ફ્રિજમાં ન રાખવા જોઇએ.
લીચીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. ફ્રિજમાં લીચી રાખવાથી તેની બહારની સાઇડ તો બરાબર જ રહે છે પરંતુ અંદરનો પલ્પ ખરા
ગરમીની સિઝનમાં લોકો તરબૂચ ભરપૂર પ્રમાણમાં ખાય છે. મોટું ફળ હોવાથી લોકો કાપીને ફ્રિજમાં રાખી દે છે. ફ્રિજમાં રાખવાથી તેના એન્ટીઓક્સિડન્ટ ખરાબ થઇ જાય છે. હાં, ખાવાના થોડા સમય પહેલા તેને ફ્રિજમાં રાખી શકાય.