Weight Loss Tips:શું આપ વેઇટ લોસ માટે ફેટયુક્ત ફુડને સંદતર બંધ કરી દીધું છે, તેના નુકસાન જાણો
જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેસ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન, જરૂરી કાર્બ્સ હોવું જોઇએ. ક્રેશ ડાયટિંગ અને વધુ એકસરસાઇઝ કરવાથી નુકસાન થઇ શકે છે. તેનાથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજની જીવનશૈલીમાં મેદસ્વી થવું ખૂબ જ સરળ છે. જો કે વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવુ પડે છે. જોરદાર એક્સરસાઇઝ અને યોગ કરવો પડે છે. આટલું કર્યાં બાદ થોડું વજન ઉતરે છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે ક્રશ ડાયટ કરે છે. જે અનહેલ્ધી અને ખતરનાક રીત છે. તો આજે જાણીએ કે વજનને ઉતારવાની યોગ્ય રીત કઇ છે.
ક્રશ ડાયટિંગ-કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં ક્રશ ડાયટિંગ કરે છે. ખૂબ જ ઓછું ખાય છે. તેના કારણે શરીરની માંસપેશીઓમાં નુકસાન થાય છે. ઓછું ખાવાથી મેટાબોલિઝમ પણ નબળું પડે છે. ઓછી કેલેરી લેવાથી વજન ઉતરે છે પરંતુ તેના ગંભીર સાઇડ ઇફેકેટ પણ જોવા મળે છે.
image 3
ઓછું ફેટ લેવું-વજન ઓછું કરવા માટે ફેટવાળી ચીજો સીમિત માત્રામાં લેવી જોઇએ. જો કે કેટલાક લોકો બિલકુલ ફેટ લેવાનું બંધ કરી દે છે. ફેટવાળી વસ્તુ ઓછી ખાવાથી ભૂખ વધુ લાગે છે અને આપનું વજન ઉતારવાનું સપનું અધરૂં રહી જાય છે.
સ્મોકિંગ-જો આપ વજન ઓછું કરવા ઇચ્છો છો તો આપે સ્મોકિંગની આદત પણ છોડવી પડશે. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી વજન ઓછું કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.
સપ્લીમેન્ટ લેવું-આજકાલ માર્કેટમાં એવા અનેક પ્રકારના સપ્લીમેન્ટ મળે છે. જેમાં ઝડપથી વજન ઘટાડવાનો દાવો થઇ રહ્યો છે. જો કે સપ્લીમેન્ટથી વજન ઘટાડવાના સાઇડઇફેક્ટ ભયંકર છે. જે વધુ સેફ નથી. આ સ્થિતિમાં કોઇ પણ પ્રકારના સપ્લીમેન્ટ્સ લેતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
વધુ એક્સસરસાઇઝ-ઝડપથી વજન ઉતારવા માટે લોકો જોરદાર એક્સરસાઇઝ કરે છે. તેનાથી માંસપેશી ઇંજરીનો ખતરો વધે છે. વધુ એક્સરસાઇઝથી ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટની સમસ્યા થાય છે.