Sharara Look: વેડિંગ સિઝન માટે પરફેક્ટ છે હિના ખાનનો આ એલિગન્ટ સ્ટાઇલિશ શરારા લૂક, એથનિકમાં પણ મળશે સ્ટાઇલ
રેડ કલરના આ શરારામાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના કુર્તામાં નેક અને પાલવમાં થોડું વર્ક કરવામાં આવ્યું છે,. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે ઈયરિંગ્સ કેરી કર્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેરેજ સિઝનમાં આપ કંઇક અલગ કરવા ઇચ્છો છો તો આપ હિના ખાનનો આ શરાર લૂક ટ્રાય કરી શકો છો.
પેસ્ટલ બ્લૂ કલરનો આ શરારા પાર્ટીમાં આપને એલિગન્ટ લૂક આપશે. હિનાએ બેહદ ખૂબસૂરત સ્લિવલેસ કૂરતો પહેર્યો છે. જેમાં ગોટાપત્તીની લેસ છે. જેના પર હેવી દુપટ્ટો કેરી કર્યો છે. જે ક્લાસી લૂક આપે છે.
લાઇટ ગ્રીન કલરનો પ્લેન કૂર્તો અને ગોલ્ડન હેવી વર્કનો શરારા એકદમ પરફેક્ટ લૂક આપે છે.સિમ્પલ હેર સ્ટાઇલ સાથે ગોલ્ડન એરિંગથી લૂકને કમ્પલિટ કર્યો છે.
જો આપ લગ્નમાં પીઠીની સેરેમની એટેન્ડ કરી રહ્યાં છો તો શોર્ટ કૂરતા સાથે ફ્લેયર શરારા કેરી કરી શકો છો. આ સાથે શિફોન નેટની ચુન્ની એકદમ પરફેક્ટ લૂક આપશે. આપ સિમ્પલ હેર સ્ટાઇલ સાથે તેમા એક ફુલ લગાવીને લૂકને કમ્પલિટ કરી શકો છો.
હાલ કોટન શરારા પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જે રીતે હિનાખાને પફ સ્લિવ્સ કૂર્તાની સાથે સિમ્પલ અને એલિગન્ટ શરારા કેરી કર્યો છે. તેની સાથે જંક જ્વેલરીમાં માત્ર નાના એરિંગ પહર્યાં છે. આપ પણ આ રીતનો લૂક ટ્રાય કરી શકો છો.
વ્હાઇટ અને બ્લેક ઓલ ટાઇમ ઇન ટ્રેન્ડ રહે છે. આપ સિફોન ફેબ્રિકમાં લખનઉ વર્કનું આ રીતનું સૂટ સ્પેશિયલ ઓકેઝનમાં પ્રીફર કરી શકો છો. તેની સાથે સિલ્વર ઝુમકા એલિગન્ટ લૂક આપશે.