Health: ચા કે કોફી નહિ દિવસની શરૂઆત એલોવેરા જ્યુસથી કરો, પછી જુઓ તેના અદભૂત ફાયદા
ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે. કેટલાક લોકો કેફીનના એટલા વ્યસની થઈ જાય છે કે તેમની સવારની શરૂઆત ચા કે કોફી વગર થઈ શકતી નથી. જો ચા અને કોફીના વ્યસની લોકો તેમના દિવસની શરૂઆત કેફીનથી ન કરે તો તેમનો આખો દિવસ સુસ્તીમાં પસાર થાય છે. પરંતુ આ માત્ર એક આદત છે જેને બદલી શકાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચા અને કોફી સિવાય અન્ય કેટલાક સ્વાસ્થ્યવર્ધક પીણાઓ પર સ્વિચ કરી શકાય છે. આજે અમે તમને ચા અને કોફી સિવાય એક એવા જ ડ્રિંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પીવાથી તમે તમારો આખો દિવસ સ્વસ્થ રીતે પસાર કરી શકો છો. આ પીણું સૌદર્ય અને સ્વાસ્થ્યવર્ધક છે.
એલોવેરા જ્યુસથી શરૂઆત કરો-સવારની શરૂઆતમાં ચા કે કોફીને બદલે તમે એલોવેરા જ્યુસથી કરી શકો છો. એલોવેરાના જ્યુસથી દિવસની શરૂઆત કરવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર તો પડે જ છે પરંતુ આ સાથે સ્કિન ગ્લોઇંગ બને છે અન હેરને પણ સ્મૂધ બનાવશે
એલોવેરા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે તમારા વજન અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એલોવેરામાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ પોલિફેનોલ્સ હોય છે, જે શરીરમાં મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. એકંદરે એલોવેરા એક બેસ્ટ ટોનિક સાબિત થઈ શકે છે
જે લોકો વિટામિન સીની ઉણપથી પીડાતા હોય તેમણે સવારે ઉઠ્યા પછી એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ. એલોવેરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામિન સી એક પ્રકારનું એન્ટીઑકિસડન્ટ છે જે શરીરમાં આયર્નની સપ્લાય કરવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન સી એન્ટિબોડીઝ અને કોલેજન બનાવવામાં પણ મદદરૂપ છે.
જો તમે દરરોજ સવારે ઉઠ્યા પછી એલોવેરા જ્યુસનું સેવન કરો છો, તો તે ઓરલ હેલ્થ પણ વઘારે છે નિયમિત તેનું સેવન પેઢાને મજબૂત બનાવવામાં પણ મદદ કરી શકે છે. જો તમે દરરોજ સવારે એલોવેરા જ્યુસથી ગાર્ગલ કરો છો, તો તે તમારા મોંમાંથી દુર્ગંધ દૂર કરવાનું પણ કામ કરે છે.