Health Benefits: ખારેક આ બીમારીનો રામબાણ ઇલાજ, કબ્જ સહિતની સમસ્યામાં અકસીર, જાણો સેવનના અન્ય ગજબ ફાયદા
ખારેક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ્સ છે. તેનું સેવન કરવાથી શરીર મજબૂત બને છે. ખારેકમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂધ અને ખારેકના સાથે સેવનથી નબળાઈ દૂર થાય છે અને હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે.
ખારેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. ઉચ્ચ કેલરી હોવા છતાં, તે ફાયદાકારક છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયરન, વિટામિન બી6 અને કોપરનો પણ સારો સોર્સ ખારેક છે.
પેટને સાફ રાખે છેઃ ઉચ્ચ ફાઈબરથી ભરપૂર હોવાથી પેટની સમસ્યાઓમાં ખારેક ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે એક અઠવાડિયા સુધી સતત તેનું સેવન કરવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારકઃ પ્રેગ્નન્સી પછી મહિલાઓ માટે ખારેક ફાયદાકારક છે. ઉચ્ચ ફાઇબરને કારણે, તે કબજિયાત અને અન્ય જઠરાંત્રિય સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં ફાયદાકારકઃ ખોરાકમાં ખારેકનો સમાવેશ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. વજન નિયંત્રણમાં રહે છે અને કુદરતી સ્વીટનર હોવાને કારણે તે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે.
ત્વચાને સ્વસ્થ રાખે છેઃ ખારેકમાં વિટામિન ડી અને વિટામિન સી મળી આવે છે, જે ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે. આ ડ્રાયફ્રૂટમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે કરચલીઓ અને ફાઈન લાઈન્સને દૂર કરીને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડી શકે છે.