Dry Eye: ગરમીઓમાં થઇ શકે છે આંખોને લગતી સમસ્યાઓ, ખંજવાળ-બળતરાને દુર કરવા માટે કરો આ ઉપાય
Dry Eye: ઉનાળામાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળાની ઋતુ આવતા જ આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે. તેનાથી બચવા માટે તમે કેટલાક ઉપાયો કરી શકો છો.
જ્યારે પણ તમે તડકામાં બહાર જાવ ત્યારે તમારે ચશ્મા અવશ્ય પહેરવા જોઈએ, આ તમારી આંખોને હાનિકારક કિરણોથી બચાવશે.
દિવસમાં 2 થી 3 વખત તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ લો, તેનાથી ગંદકી દૂર થશે.
જો તમે સ્ક્રીન પર 5 થી 6 કલાક કામ કરો છો, તો સ્ક્રીનનો સમય ઓછો કરો.
તમારે તમારા આહારમાં વિટામિન A, C અને Eથી ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, તેનાથી તમારી આંખો સ્વસ્થ રહેશે.
તમારે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, તેનાથી આંખોમાં શુષ્કતા અને બળતરા ઓછી થશે.