બીમારીઓથી બચવા શિયાળામાં રોજ કરો મૂળાનું સેવન, લીવર અને કિડની માટે પણ ફાયદાકારક
મૂળા એ શિયાળાની ઋતુમાં આવતું શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળાને આહારમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. મૂળા સામાન્ય રીતે ઠંડા હવામાનમાં ખાવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને શરદી, ઉધરસ અને ફ્લૂથી બચાવવામાં મદદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂળા ખાવાના ઘણા ફાયદા છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર, વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહત્વપૂર્ણ તત્વો હોય છે.
મૂળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. તે પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે અને પેટને સાફ રાખવામાં મદદરૂપ છે.
લીવર અને કીડની માટે ફાયદાકારક છે. મૂળા કુદરતી ડિટોક્સિફાયર છે. તે લીવર અને કિડનીને સાફ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. કમળામાં મૂળાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. મૂળામાં કેલરી ઓછી અને પાણી વધુ હોય છે. આ ખાવાથી પેટ ભરેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
મૂળા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મૂળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે શરદી અને ઉધરસથી બચાવવામાં પણ મદદ કરે છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. મૂળામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.