ઉનાળામાં દરરોજ એક વાટકી દહીં ખાવાથી થશે અદ્ભુત ફાયદા, આ રીતે કરો સેવન
Benefits of Curd: ઉનાળાની ઋતુ આવતાં જ શરીર અને મનને ઠંડક આપનારી વસ્તુઓની શોધ શરૂ થઈ જાય છે. દહીં એક એવી વસ્તુ છે, જે સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમારા આહારમાં દહીંનો સમાવેશ કરીને શરીરને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદહીંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
આ ઉપરાંત, તે ત્વચાની ચમક વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આવી સ્થિતિમાં દહીં ખાવાના ફાયદાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
દહીમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન B12 જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં હાજર પ્રોબાયોટીક્સ યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
દહીંમાં રહેલું પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. દહીંનું રોજનું સેવન ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.
તમે તેને તમારા મનપસંદ ફળો જેમ કે કેરી, કેળા અથવા પાઈનેપલ ઉમેરીને ખાઈ શકો છો. જીરું, ફુદીનો અને લીલા મરચાને દહીંમાં મિક્સ કરીને રાયતા બનાવી શકાય છે.
દહીંને ભાત સાથે પણ ખાઈ શકાય છે. તમે તેને સ્મૂધીમાં મિક્સ કરીને પણ પી શકો છો. નાસ્તામાં કે બપોરના ભોજનમાં દહીંનું સેવન કરવું જોઈએ. દિવસના સમયે તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં મદદ મળે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)