દુનિયાના આ છે સૌથી વધુ ગરમ રહેતા શહેર, તાપમાન જાણી આપ ચોંકી જશો
જ્યારે પણ આપણે દુનિયાના સૌથી ગરમ સ્થળોની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ઈરાનનું નામ આવે છે. ઈરાનનું બંદર-એ-મહશહર શહેર વિશ્વના સૌથી ગરમ સ્થળોમાંનું એક છે. જુલાઈ 2015માં આ સ્થળનું મહત્તમ તાપમાન 74 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વના સૌથી ગરમ સ્થળોની યાદીમાં આફ્રિકાના હારા રણનું નામ પણ સામેલ છે. સહારા રણમાં સરેરાશ તાપમાન 32 થી 42 ડિગ્રી સેલ્સિયસ છે. એટલું જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન 100 મીમીથી ઓછો વરસાદ પડે છે.
સુદાનના વાડી હાલ્ફા શહેરમાં વરસાદ પડતો નથી, અહીંનું સરેરાશ તાપમાન હંમેશા 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. વર્ષ 1967માં અહીં મહત્તમ તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ સિવાય કેલિફોર્નિયામાં સ્થિત ડેટ વેલી પણ વિશ્વની સૌથી ગરમ જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 1913માં અહીં મહત્તમ તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સામાન્ય માણસ માટે આ સ્થળોએ રહેવું ખૂબ જ મુશ્કેલ છે. અહીંની ગરમી કોઈને પણ બીમાર કરવા માટે પૂરતી છે.