Dates Benefits: પલાળેલી ખજૂર ખાવાથી શરીરમાં થાય છે અઢળક ફાયદાઓ, જાણો તેના વિશે
ખજૂર એવુ ડ્રાયફ્રુટ છે જેમાં ફેનોલીક્સ અને કેરોટેનોઈડ્સ જેવા મહત્વના એન્ટીઓક્સીડન્ટ્સ ભરપુર માત્રામાં છે. ઉપરાંત ખજૂરમાં લોહ, પોટેશિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, કોપર, વિટામીન બી-કોમ્પ્લેક્સ, વિટામીન સી, ફાઈબર, પ્રોટીન તેમજ તાત્કાલિક ઊર્જા આપતા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ પણ પુષ્કળ માત્રામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂધ અને ખજૂર ભેગા કરીને સેવન કરવાથી બંનેના લાભ મળે છે. પલાળેલી ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
લાંબા સમયથી કફની સમસ્યા હોય તેમણે દૂધમાં ખજૂર ઉકાળીને તેનું સેવન કરવું. એનાથી અનિદ્રાના રોગમાં પણ લાભ થાય છે. દૂધ અને ખજૂરના સેવનથી હાડકા મજબૂત બને છે અને હાડકા સંબંધિત સમસ્યા નિવારી શકાતી હોવાની માન્યતા છે.
ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે. જો કે પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે. ખજૂર શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ખજૂર ખાવાના ઘણાં ફાયદા છે.
ખજૂરમાં રહેલા ફાઇબર્સ તમારા હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું પણ કામ કરે છે. ખજૂરમાં પોટેશિયમ પણ હોય છે જે હાર્ટ એટેકના જોખમને ઘણી હદ સુધી ટાળી શકે છે.
પલાળેલી ખજૂર ખાવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ.
પલાળીને ખાવાથી , તેઓ પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હો, તો તેને ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને રાખો.