Fruit Yogurt: દહીં સાથે આ ફળ ખાવા ખૂબ જ ફાયદાકારક, તમે પણ કરો ટ્રાય
દહીંમાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીંમાં રહેલાં પોષક તત્ત્વો શરીરની એનર્જી અને સ્ટેમિના વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલો જાણીએ તે 5 ફળો વિશે જેને દહીંમાં મિક્સ કરીને ખાઈ શકાય છે અને તે હેલ્ધી કોમ્બિનેશન બની શકે છે.
બેરી સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રાસબેરી અને બ્લેકબેરીની કુદરતી મીઠાશ દહીં સાથે અદ્ભુત રીતે જોડાય છે. તેનો સ્વાદ માણતા તમે તેને એક વાટકી દહીં સાથે ખાઈ શકો છો.
મીઠી અને રસદાર કેરી દહીં સાથે સંપૂર્ણ રીતે ભળે છે અને સ્વાદિષ્ટ લાગે છે. આ મિશ્રણ સ્વાદિષ્ટ વાનગી બનાવે છે.
પાઈનેપલના ટુકડા દહીંનો સ્વાદ વધારે છે. જો તમે ઈચ્છો તો દહીં અને પાઈનેપલ સાથે ક્રીમી રાયતા અથવા સ્વાદિષ્ટ સ્મૂધી પણ બનાવી શકો છો.
તમે સાદા અને હેલ્ધી નાસ્તામાં ઝીણા સમારેલા કેળાને દહીં સાથે લેયર કરીને ખાઈ શકો છો. દહીં અને કેળા સ્વાસ્થ માટે ફાયદાકારક છે.
કીવી દહીંના ક્રીમી ટેક્સચરને સુંદર રીતે પૂરક બનાવે છે. ફ્રુટ દહીં બનાવવા કીવીના ટુકડા કરો અને તેના પર દહીંનું લેયર લગાવો. આ ફ્રૂટ સાથે દહીં સરળતાથી ખાઈ શકાય છે.