Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: શું તમે પણ સવારમાં ખાલી પેટ ગરમાગરમ ચાય પીવો છો? તો સાવધાન, લાંબાગાળે થશે નુકસાન
ગરમ ચાના કપથી દિવસની શરૂઆત મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે જ થાય છે. જો સવારમાં ચા ન મળે તો મૂડ ઓફ થઇ જાય છે. મોટાભાગના લોકો બેડ ટીના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ ચાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાયમાં સ્ટ્રોંગ કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે ખાલી પેટે તમને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સવારે ખાલી પેટ ચા પીવાના શોખીન છો તો જાણી લો આ આદત કેટલી નુકસાનકારક છે.
એસિડિટી વધે છે- ખાલી પેટ ચા પીવાનો સૌથી મોટો નુકસાન એ છે કે ચા પીધા પછી એસિડિટીની સમસ્યા વધી જાય છે. વહેલી સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી થાય છે અને શરીરમાં હાજર પાચન રસને અસર કરે છે.
ભૂખ ઓછી લાગે છે- રોજ ખાલી પેટ ચા પીવાથી ભૂખ પર પણ અસર પડે છે. વધારે ચા પીવાથી ભૂખ મરી જાય છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે, આવા લોકોનો આહાર ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.
નબળું પાચનતંત્ર- રોજ ખાલી પેટ ચા પીવાથી ધીમે ધીમે પાચનતંત્ર નબળું પડે છે. જોકે ક્યારેક આવું કરવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે લાંબા સમયથી ખાલી પેટ ચા પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
અનિંદ્રા અને તણાવ- ખાલી પેટ ચા પીવાથી ઉંઘ ઉડી જાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી તણાવની સમસ્યા પણ વધી જાય છે. બીજી તરફ, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે. એટલા માટે તમારે ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.
પેટમાં બળતરા અને ઉલટી- ઘણીવાર લોકોને પેટમાં બળતરા, ઉલ્ટી જેવા લક્ષણો પણ સતાવે છે. આનું કારણ ખાલી પેટ ચા પીવી હોઈ શકે છે. ખાલી પેટ ચા પીવાથી પેટમાં બળતરા, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે. એટલા માટે ઉનાળામાં ચા મર્યાદિત માત્રામાં પીઓ.