Winter Tips: શિયાળામાં ચેહેરાના નિખાર માટે રૂટીનમાં સામેલ કરો આ 6 ડિટોક્સ ડ઼્રિન્ક
Winter Tips: શિયાળામાં ત્વચાના ગ્લોને જાળવી રાખવો એ કોઈ પડકારથી કમ નથી, આવી સ્થિતિમાં દરરોજ સવારે આ ડિટોક્સ ડ્રિંકનું સેવન કરવું જોઇએ, જે વિટામિન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોઈંગ સ્કિન માટે તમે દૂધીનું ડિટોક્સ ડ્રિંક પણ પી શકો છો. દૂધીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે જે તમારી ત્વચાને હાઇડ્રેઇટ રાખે છે. ત્વચા પર થતાં રિંકલની પ્રોસેસને ધીમી કરે છે.
દાડમનું ડિટોક્સ પીણું પીવાથી શરીરમાં લોહીની કમી નથી થતી, જેના કારણે ચહેરા પર ગ્લો આવવા લાગે છે. જો તમે દાડમનો રસ આમળામાં ભેળવીને પીવો છો તો તે બ્લડ પ્યુરિફાયર કરી શકે છે, જેથી ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા પણ નથી રહેતી.
નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચાનો રંગ પણ નિખારે છે. ઓરેન્જ ડિટોક્સ ડ્રિંક પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, સાથે જ ત્વચાને ચમકદાર રાખવામાં પણ મદદ મળે છે.
કાકડીમાં જીરું પાવડર અને એક ચપટી કાળું મીઠું મિક્સ કરીને ડિટોક્સ ડ્રિંક તૈયાર કરો, તેનું રોજ સેવન કરો. તેના ઉપયોગથી ત્વચા હાઇડ્રેટ રહે છે, તે ત્વચામાં તાજગી લાવે છે. તે શરીરમાં હાજર ઝેરી તત્વોને દૂર કરે છે, તેને પીવાથી શરીર અંદરથી સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે, જેની અસર ચહેરા પર જોવા મળે છે.
પપૈયામાં પપૈન હોય છે, તેમાં ગાજર અને બીટરૂટની થોડી માત્રા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો, અને તેનું સેવન કરો. તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. આ ડિટોક્સ ડ્રિન્કથી આપની સ્કિન પણ ગ્લો કરશે.
રિસર્ચ અનુસાર, કીવી અને લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, આ સિવાય તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે પાચનતંત્રને સંતુલિત રાખે છે. જો પેટ સાફ હોય તો ત્વચા સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા ઓછી રહે છે. આવી સ્થિતિમાં દરરોજ નાસ્તામાં આ પીણું સામેલ કરો, તમે સારું પરિણામ મેળવી શકો છો.