આયુષ્યમાન ભારત કાર્ડ ખોવાઇ જાય તો કેવી રીતે કરાવી શકશો પોતાની સારવાર? જાણો સરળ રીત
Ayushman Card Free Treatment: જો આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આ એક કામ કરવાનું છે. જેથી તમે મફતમાં સારવાર કરાવી શકશો. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય તો તે કોઈપણ કામ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ કહેવાય છે કે જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. તમને ક્યારે શું થઇ જાય તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ક્યારે અને કયો રોગ વ્યક્તિને ઘેરી લે.
એટલા માટે ઘણા લોકો અચાનક મોંઘા તબીબી ખર્ચાઓ ટાળવા માટે આરોગ્ય વીમો લે છે. દરેક વ્યક્તિ તબીબી વીમો લેવા સક્ષમ નથી.
જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો તબીબી વીમો લેવા સક્ષમ નથી તેમને ભારત સરકાર દ્વારા મફત સારવારની સુવિધા પુરી પાડવામાં આવે છે.
ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
આયુષ્માન કાર્ડ યોજના હેઠળ જાહેર કરવામાં આવે છે. આ બતાવ્યા પછી તમે યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો.પરંતુ ઘણી વખત લોકોનું આયુષ્માન કાર્ડ ખોવાઇ જાય છે. તેથી આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. તમારે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સાથે જોડાયેલ તમારો રજિસ્ટર્ડ નંબર જણાવવો પડશે. અને હોસ્પિટલમાં હાજર આયુષ્માન મિત્ર તમારું વેરિફિકેશન કરશે અને તમારી સારવાર કરવામાં આવશે.