Health Benefits:એક મહિનો સુગરનું સેવન કરવાનું છોડી દો, શરીરને થશે આ 5 અદભૂત ફાયદા
જ્યારે ખાંડ ચરબીમાં પરિવર્તિત થવા લાગે છે, ત્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણામાંથી મોટાભાગના લોકો એવા હોય છે જેને ઠાઈ ખાવાનું ગમે છે. જો કે, ખાંડએ આપણા સ્વાસ્થ્યનો દુશ્મન છે. વધુ પડતી ખાંડ તમારા દાંતને નુકસાન પહોંચાડે છે અને તમારું વજન વધારી શકે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં ફેબ્રુઆરી 2023માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વધુ પડતી ખાંડ ખાવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ વધી શકે છે.
સુગરવાળા ખોરાકમાં કેલરી વધુ માત્રામાં જોવા મળે છે અને તેમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે. તેથી તેના સેવનથી સ્થૂળતા વધે છે. ખાંડનું સેવન ઓછું કરવું અથવા તેને એક મહિના સુધી ન ખાવાથી વજનમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે કેલરીની માત્રા ઓછી થાય છે અને વધુ પડતું ખાવાની શક્યતાઓ ઘટી જાય છે. ખાંડનું ઇનટેઇક ઘટાડીને વ્યક્તિ તેની કેલરીની માત્રાને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે અને આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
જ્યારે ખાંડ ચરબીમાં પરિવર્તિત થવા લાગે છે, ત્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે. જેના કારણે હૃદય સુધી લોહી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. આવી સ્થિતિમાં, ખાંડનું સેવન બંધ કરીને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું કરી શકાય છે.
ખાંડનું સેવન ઘટાડીને દાંતની તંદુરસ્તી પણ વધારી શકો છો. કેવિટી અને પેઢાના રોગનું જોખમ ઘટાડી શકાય છે.વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ થઈ શકે છે. સેવનનું સેવન બંધ કરાથી સ્કિન ગ્લોઇંગ બનશે.
30 દિવસ માટે ખાંડનું સેવન બંધ કરવાથી લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરી શકે છે, ઇન્સ્યુલિન પ્રતિકાર અને ટાઇપ ટૂ ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડી શકાય છે.
ખાંડનું સેવન બંધ કરીને આપ મૂડ સ્વિંગ અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકો છો. ઉપરાંત વધુ પડતી ખાંડનું સેવન આંતરડાના બેક્ટેરિયાના સંતુલનને ખલેલ પહોંચાડે છે, ખાંડ ઘટાડવાથી આંતરડાના સ્વસ્થ સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.