Green Apple Benefits: ડાયટમાં સામે કરો લીલા સફરજન, શરીર, ત્વચા માટે જ નહી આંખ માટે પણ છે ખૂબ જ ફાયદાકારક
લીલા શાકભાજીમાં ઘણા પ્રકારના ફાયટોકેમિકલ્સ જોવા મળે છે. ક્વેરસ્ટેઇન તેમાંથી એક છે. તે એક પ્રકારનું ખૂબ જ સારું એન્ટીઓક્સીડેન્ટ છે જે ઓક્સિડેટીવ તણાવને ટાળીને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની છાલમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ લીવરને કેન્સરના જોખમથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.
લીલા સફરજનમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા ગુણો જોવા મળે છે. આ સિવાય તેમાં વિટામિન A અને વિટામિન K પણ હોય છે. જે હાડકાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. હાડકાંની ઘનતા વધારવાની સાથે તે હાડકાંને મજબૂત રાખવામાં મદદરૂપ છે.
લીલું સફરજન પેટ માટે પણ ઘણું સારું છે. તેમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે પ્રોબાયોટિકનું કામ કરે છે. પેટ અને પાચનતંત્રની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
લીલું સફરજન ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં હાજર વિટામિન સી, વિટામિન એ તમારી ત્વચાની વૃદ્ધત્વના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.
જો તમે આંખની સમસ્યાથી પરેશાન છો, તો દરેક સફરજનને તમારા આહારમાં સામેલ કરો. તેમાં વિટામિન A હોય છે, જે તમારી આંખોની રોશની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.