Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Nail Art: આ પાંચ વસ્તુથી ઘરે બેઠા બનાવી શકો છો નેઇલ આર્ટ, ખર્ચ વિના મળશે સેલેબ્સ જેવો આકર્ષક લૂક
જો આપ પણ નેઇલ આર્ટ માટે ક્રેઝી છો તો આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ઘરે બેઠા નેઇલ આર્ટ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુંદર,આકર્ષક નખ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. તેથી જ આજકાલ મોટાભાગની મહિલાઓ નખની સુંદરતા વધારવા માટે નેલ આર્ટ કરાવવાનું પસંદ કરે છે.
પરંતુ નેઇલ આર્ટ કરાવવી એ પણ ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. તો આજે અમે તમને એવી જ કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ (Nail Art At Home) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઘરે બેઠા જ નેલ આર્ટ કરી શકો છો.
નેઇલ આર્ટ બનાવવા માટે તમે ઇયરબડનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ નખ પર નેઇલ પેઈન્ટ લગાવો અને પછી ઈયરબડ્સનો ઉપયોગ કરીને અન્ય રંગના નેઈલ પેઈન્ટ સાથે નખ પર ડોટ મૂકીને ફૂલોની ડિઝાઈન બનાવો અથવા ઝિગઝેગ લાઈન બનાવો.
આ સિવાય તમે હેર પિન વડે ઘરે પણ સરળતાથી નેઇલ આર્ટ બનાવી શકો છો. આ માટે તમારા મનપસંદ નેલ પેઈન્ટથી નખને કલર કરો અને પછી ઝિગ-ઝેગ હેર પિન લો, તેને બીજા રંગના નેઈલ પેઈન્ટથી કલર કરો. આ રીતે તમે નખ પર કોઇ પણ ડિઝાઇન બનાવી શકો છો.
તમે પેન રિફિલ્સનો ઉપયોગ કરીને સુંદર નેઇલ આર્ટ પણ બનાવી શકો છો. આ માટે નખ પર કાળો અથવા અન્ય કોઈપણ રંગનો બેઇઝ્ડ બનાવો તેના પર લાલ, સફેદ અથવા કોઈપણ કોમ્બિનેશન કલરથી ડિઝાઇન પેનના રિફિલના છેડાથી કરી શકો છો.
તમે ટૂથપિકની મદદથી સુંદર નેઇલ આર્ટ પણ બનાવી શકો છો. આ બધા સિવાય તમે નેઇલ આર્ટ બનાવવા માટે બ્યુટી બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ નખ પર પેઈન્ટ લગાવો અને પછી નેલ પેઈન્ટનો બીજો કોઈ રંગ લો અને તેને બ્લેન્ડરની મદદ વડે નખ પર ટેપ કરીને નાના પોઈન્ટ બનાવો. આ સિવાય તમે ઇચ્છો તો વિવિધ રંગોના નેઇલ પેઇન્ટનો પણ ઉપયોગ કરી શકો છો.