Hair Fall: જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ડાયટમાં ઝિંકથી ભરપૂર આ વસ્તુઓનો કરો સમાવેશ
વાળને સ્વસ્થ, મુલાયમ અને લાંબા બનાવવા માટે ઝિંકથી ભરપૂર આહાર લો. મશરૂમ ખાવાથી ઝિંક, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીનની ઉણપ પૂરી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંડાની જરદી ખાવાથી ઝિંકની ઉણપ પૂરી કરી શકાય છે. તેમાં ઝિંક, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી12, થાઈમીન, વિટામિન બી6, ફોલેટ અને ફોસ્ફરસ જેવા તત્વો મળી આવે છે.
કાજુમાં ઝિંક પણ જોવા મળે છે. કાજુમાં કોપર, વિટામિન કે, વિટામિન એ અને ફોલેટ પણ હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.
તલ વાળ માટે સારા છે. તલના બીજમાં ઝીંક, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફોલિક એસિડ અને બી કોમ્પ્લેક્સ હોય છે.
ઝિંકની ઉણપ પૂરી કરવા માટે રોજ લસણ ખાઓ. તે વિટામિન A, B અને C, આયોડિન, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પૂરા પાડે છે.
ઝિંકની ઉણપને દૂર કરવા માટે મગફળી ખાઓ. તે આયર્ન, પોટેશિયમ, ફોલિક એસિડ, વિટામિન ઇ, મેગ્નેશિયમ અને ફાઇબર પણ પ્રદાન કરે છે.