ડેન્ગ્યુ થયો છે તો જલ્દી સાજા થવા માટે પીવો આ 5 હેલ્ધી ડ્રિંક્સ
ડેન્ગ્યુમાં પપૈયાના પાનમાંથી બનાવેલો રસ પીવાથી ફાયદો થાય છે. પપૈયાનો રસ પ્લેટલેટ્સની સંખ્યામાં પણ વધારો કરે છે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પપૈયાના પાનને મિક્સરમાં પીસી લો. તેનો રસ ખૂબ જ ઓછી માત્રામાં દર્દીને દિવસમાં બે વાર પીવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારેલાનો રસ પીવાથી ડેન્ગ્યુમાં પણ રાહત મળે છે. કારેલાના ઉપરના ભાગને છોલીને જ્યુસ બનાવો. તેના નાના ટુકડા કરી લો. કારેલા અને એક ગ્લાસ પાણીને મિક્સરમાં બ્લેન્ડ કરો. હવે તેને એક ગ્લાસમાં ગાળી લો. જો તમને તે પીવા માટે ખૂબ કડવું લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો.
ડેન્ગ્યુના કિસ્સામાં તમારે દરરોજ દર્દીને ગિલોયનો રસ ખૂબ જ ઓછી માત્રામાં આપવો જોઈએ. ગિલોય એક ઔષધિ છે. જે પાંચન શક્તિને વેગ આપીને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. જેથી તમારું શરીર ડેન્ગ્યુના તાવ સામે લડી શકે છે. એક ગ્લાસ પાણીમાં ગિલોયની બે દાંડી ઉકાળો. ગિલોયનું આ થોડું હૂંફાળું પાણી ગાળીને પી લો. ગિલોયનો વધુ પડતો રસ પીવાનું ટાળો.
તુલસીના પાનનો ઉપયોગ ડેન્ગ્યુનો તાવ દૂર કરવા માટે પણ કરી શકાય છે. તુલસીમાં રહેલા ગુણ ચેપને ઓછો કરે છે. ઝડપથી સાજા થવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તુલસીના કેટલાક પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. તેને એક કપમાં ચાળી લો. આ પીણાનો સ્વાદ વધારવા માટે તમે તેમાં લીંબુનો રસ અથવા મધ મિક્સ કરી શકો છો.
ડેન્ગ્યુમાં તમે જામફળનો રસ પણ પી શકો છો. જામફળના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તૈયાર જામફળનો રસ પીવાને બદલે ઘરે જ તાજા જામફળનો રસ બનાવીને ડેન્ગ્યુના દર્દીઓને પીવડાવો તો વધુ સારું છે.
Disclaimer:: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Abplive.com આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.