Health: હાર્ટ અટેકના જોખમથી બચાવે છે આ ઝાડની છાલ, જાણો અન્ય શું છે ગજબ ફાયદા
અર્જુન વૃક્ષની છાલનો રસ પીવાથી હાર્ટ એટેકની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો હાર્ટ એટેકની બીમારી માટે જે રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.
અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનાનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. આ ઝાડની છાલમાંથી બનેલી દવાઓ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. આ એક ફાયદાકારક વૃક્ષ છે જે કેન્સરનું જોખમ ઘટાડવા, અસ્થમા, યુરિન ઈન્ફેક્શન, ઉધરસ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. હલ્દવાનીના ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં પણ અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે.
ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના ફોરેસ્ટ ઓફિસર મદન સિંહ બિષ્ટ કહે છે કે, અર્જુનની છાલ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે એ પણ માહિતી આપી કે, ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે. અર્જુનની છાલ લેવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.તેમણે જણાવ્યું કે અર્જુનની છાલનો ઉકાળો લેવાથી ઘણા લોકો ઠીક થઈ ગયા છે અને તેમની સમસ્યાઓ પણ દૂર થઈ ગઈ છે.અઠવાડિયામાં લગભગ 20 થી 25 લોકો અહીં છાલ લેવા આવે છે
આ છાલ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. જો તમે વહેલી સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં સંગ્રહિત બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકવામાં મદદ કરશે. આ છાલનો ઉકાળો તમને બ્લડ સુગરના વધેલા સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
આ માટે રાત્રે સૂતા પહેલા અર્જુનની છાલને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે અર્જુનની છાલ અને પાણી ગેસ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં કાળા મરી, તુલસીના પાન, આદુ, તજ વગેરે ઉમેરીને ઉકાળો તૈયાર કરો. જ્યારે ઉકાળો તૈયાર થઈ જાય, ત્યારે તેનું સેવન કરો.
અર્જુનની છાલનો ઉકાળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે લોહીને પાતળું બનાવવાનું કામ કરે છે, જે હાર્ટ એટેકના જોખમને દૂર રાખે છે. અર્જુનની છાલમાં રહેલા ગુણ હૃદય સિવાયના અનેક રોગોમાં ફાયદાકારક છે.