Nose Ring: 16 શ્રૃંગાર જ નહીં લગ્ન પછી નોઝ રીંગ પહેરવાના આ છે શાનદાર ફાયદા
ભારતીય સંસ્કૃતિમાં દરેક વસ્તુ પહેરવા પાછળ એક મહત્વ અને તથ્ય છે. જે રીતે પગમાં વીંછીયું પહેરવાથી અને ચાંદીની પાયલ પહેરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ બરાબર રહે છે તે શરીરને ઠંડક આપે છે. એવી જ રીતે નાકમાં નથ પહેરવાથી પણ ઘણા શારીરિક લાભ મળે છે. ઘણી છોકરીઓ લગ્ન પહેલા નાકમાં નથ પહેરે છે. આવો આજે અમે તમને તેને પહેરવાનું કારણ અને તેના ફાયદા જણાવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિવાહિત મહિલાઓએ લગ્ન પછી નથ અવશ્ય ધારણ કરવું જોઈએ, કારણ કે તે સૌભાગ્ય અને સુહાગની નિશાની છે. જો કે, આજકાલ લોકો તેને ફેશન સાથે જોડે છે અને વિવિધ ડિઝાઇનવાળી નથ પહેરે છે, પરંતુ આપણી સંસ્કૃતિમાં નથ પહેરવાને શુભ માનવામાં આવે છે.
તમે જોયું જ હશે કે જ્યારે પણ કોઈ છોકરી કે મહિલા નાકમાં નાની નથ પહેરે છે તો તેનો ચહેરો અલગ જ દેખાય છે. તે તમારા ચહેરાની સુંદરતા વધારવાનું કામ કરે છે. તમે તમારા ચહેરાના આકાર પ્રમાણે વિવિધ ડિઝાઇનની નોઝ પિન, નોઝ રિંગ પહેરી શકો છો.
હવે વાત કરીએ નાકમાં નથ પહેરવાથી થતા ફાયદા વિશે. તો આયુર્વેદ અનુસાર જો નાકનો કોઈ ભાગ વીંધીને તેમાં નથ પહેરવામાં આવે તો પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતો દુખાવો ઓછો થાય છે.
આટલું જ નહીં, નાકમાં કાણું રાખવાથી પ્રેગ્નેન્સી દરમિયાન લેબર પેઈનને ઓછું કરવામાં મદદ મળે છે, તેથી મહિલાઓને લગ્ન પછી નોઝ રિંગ પહેરવાની સલાહ આપવામાં આવે છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે